SBI અને ONGC સહિતની બ્લૂચીપ પીએસયુમાં હોલ્ડિંગ ઘટાડવા તૈયારઃ નાણા મંત્રી
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે એસબીઆઈ (SBI) અને ઓઈલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી બ્લૂચીપ પીએસયુમાં ઈક્વિટી હિસ્સો ઘટાડવા તૈયાર હોવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર સરકારી કંપનીઓમાં 50 ટકાથી ઓછો હિસ્સો જાળવી રાખવાના વિચારના સમર્થનમાં છે.
સીતારમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું કે, એસબીઆઈ, ઓએનજીસી સહિતની મોટી સરકારી કંપનીઓમાં સરકાર 49 ટકા કે તેથી ઓછો હિસ્સો જાળવવા તૈયાર છે. કેન્દ્ર સરકાર એસબીઆઈમાં 57.49 ટકા અને ઓએનજીસીમાં 58.89 ટકા હિસ્સો ધરાવે છે. સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની કામગીરી પર દેખરેખ રાખતી DIPAMએ ઘણી બધી સરકારી કંપનીઓના શેર બજારમાં મૂક્યા છે, જેથી ખાનગી માલિકી વધે.
સરકાર તાજેતરના વર્ષોમાં અસંખ્ય સરકારી કંપનીઓને લિસ્ટેડ અને ખાનગી માલિકીની કંપનીઓમાં હિસ્સો વેચી ડિસઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે. જો કે, તેણે તાજેતરના વર્ષોમાં માત્ર એર ઈન્ડિયામાં જ નિયંત્રિત હિસ્સો વેચ્યો છે, જે ટાટા જૂથ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.
સરકાર PSUsનું મૂલ્યાંકન વધારવા માટેના તમામ પગલાં માટે તૈયાર છે. સરકારી માલિકીની કંપનીઓએ ઐતિહાસિક રીતે તેમના ખાનગી સાથીદારો સાથે ડિસ્કાઉન્ટ પર વેપાર કર્યો છે. જો તમે જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓ અને આજે બજારમાં તેમના મૂલ્યાંકન પર નજર નાખો, તો તમે તેમનામાં જે પ્રકારનું વાઇબ્રેન્સી લાવવામાં આવી છે તેના શેરના ભાવમાં વધારો થયો છે, ડિવિડન્ડ અગાઉ કરતાં ઘણું સારું છે.