રીગાલ રિસોર્સિસ લિમિટેડ નો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 96 – 102
| IPO ખૂલશે | 12 ઓગસ્ટ |
| IPO બંધ થશે | 14 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ. 5 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 96 – 102 |
| IPO સાઇઝ | રૂ. 306 કરોડ |
| લોટ સાઇઝ | 144 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 8 ઓગસ્ટ: રીગાલ રિસોર્સિસ લિમિટેડે 12 ઓગસ્ટના રોજ પ્રાઈસ બેન્ડ રૂ. 96 – 102 સાથે માટે રૂ. 5/- ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શૅર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 14 ઓગસ્ટ ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 144 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 144 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.
આ IPO રૂ. 210 કરોડ સુધીના નવા ઇશ્યૂ અને પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ વેચાણ શેરધારકો દ્વારા 94,12,000 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટે ઓફરનું મિશ્રણ છે. કંપની દ્વારા મેળવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી માટે રૂ. 159 કરોડ સુધીની નવી ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી ઉપયોગમાં લેશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ:
રીગાલ રિસોર્સિસ કોલકત્તામાં મુખ્ય મથક ધરાવતું મકાઈ આધારિત વિશેષ ઉત્પાદનોના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. F&S રિપોર્ટ અનુસાર ક્રશિંગ ક્ષમતાની દ્રષ્ટિએ, જેની કુલ સ્થાપિત ક્રશિંગ ક્ષમતા 750 ટન પ્રતિ દિવસ (TPD) છે, તે મૂળ મકાઈના સ્ટાર્ચ અને સંશોધિત સ્ટાર્ચનું ઉત્પાદન કરે છે – એક છોડ આધારિત કુદરતી સ્ટાર્ચ જે મકાઈમાંથી ઉત્પન્ન થાય છે; સહ-ઉત્પાદનો – ગ્લુટેન, જર્મ, સમૃદ્ધ ફાઇબર અને ફાઇબરનો સમાવેશ થાય છે અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં મકાઈનો લોટ, આઈસિંગ સુગર, કસ્ટર્ડ પાવડર અને બેકિંગ પાવડર જેવા ફૂડ ગ્રેડ સ્ટાર્ચનો સમાવેશ થાય છે.
રીગાલ રિસોર્સિસની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024 માં રૂ. 600.02 કરોડથી 52.52% વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 915.16 કરોડ થઈ છે, જે મુખ્યત્વે ઉત્પાદિત માલ અને વેપાર કરાયેલ માલના વેચાણમાં વધારાને કારણે છે. વર્ષ માટે કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024 માં રૂ. 22.14 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 47.67 કરોડ થયો છે.
લીડ મનેજર્સ: પેન્ટોમથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સુમેધા ફિસ્કલ સર્વિસીસ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે. MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
