રિગ્રીન-એક્સેલ EPC ઈન્ડિયાએ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ રિગ્રીન એક્સેલ ઈપીસી ઈન્ડિયા લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું છે. રિગ્રીન-એક્સેલ ઈપીસી ઈથેનોલ પ્લાન્ટ્સ (ડિસ્ટિલરી, સુગર અને કોજનરેશન, બાયો ફ્યુલ્સ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ્સ અને રિન્યુએબલ એનર્જી)ની યંગેસ્ટ મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે, 31 માર્ચ, 2024 સુધીમાં ભારતમાં ટોચની કંપનીઓ પૈકી એક છે.
કંપની IPO મારફત ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 3500 મિલિયન અને પ્રમોટર દ્વારા 1,14,50,380 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ કરવા માગે છે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા, બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિક ધોરણે ચૂકવણી, પ્રિ-ચૂકવણી, બેન્ક ગેરેંટી હાંસલ કરવાના હેતુ સાથે માર્જિન નાણાંની જરૂરિયાતો પૂરી કરવા અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.
ઈશ્યૂના બુક રનિંગ મેનેજર આઈઆઈએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)