રેનોએ તેની આઈકોનિક ડસ્ટર પુનઃ રજૂ કરી
અમદાવાદ, 29 જાન્યુઆરી: રેનો ઈન્ડિયાએ આજે નવી રેનો ડસ્ટર રજૂ કરી હતી. આ સાથે એ નામે પુનરાગમન કર્યું છે જેણે ભારતમાં મીડ-સાઇઝ SUV કેટેગરીને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવી રેનો ડસ્ટર તેની મજબૂત અને સાહસિક ઓળખ જાળવી રાખે છે, સાથે જ ભારતીય એસયુવી ખરીદદારો માટે મહત્વપૂર્ણ એવા ડિઝાઇન, પાવરટ્રેન ટેકનોલોજી, આરામ, સલામતી અને ઓનરશિપ અનુભવ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારા કરે છે.
નવી રેનો ડસ્ટર રેનો ગ્રુપના ઇન્ટરનેશનલ ગેમ પ્લાન હેઠળ ભારતમાં રજૂ થનારી પહેલી પ્રોડક્ટ છે, જેમાં બ્રાન્ડ વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે લક્ષ્ય આધારિત રોકાણ અને પ્રોડક્ટ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નવી રેનો ડસ્ટર ખાસ ભારત માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં લગભગ 90 ટકા ભાગ ખાસ ભારતની જરૂરિયાતોને અનુરૂપ છે.
નવી રેનો ડસ્ટર વિવિધ પ્રકારના એન્જિન વિકલ્પો સાથે આવે છે, જેથી ભારતના દરેક પ્રકારના રસ્તાઓ પર સરળતાથી ચલાવી શકાય. Turbo TCe 160 એન્જિન 163 PS પાવર અને 280 Nm ટોર્ક આપે છે, જ્યારે Turbo TCe 100 સ્માર્ટ અને સુલભ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે.
આ સાથે, નવી રેનો ડસ્ટરમાં શક્તિશાળી હાઇબ્રિડ ઇ-ટેક 160 એન્જિનની પણ શરૂઆત થઈ છે. 1.8 લિટર એન્જિન અને 1.4 kWh બેટરી સાથે, આ હાઇબ્રિડ સિસ્ટમ શહેરમાં ડ્રાઇવિંગ દરમિયાન લગભગ 80 ટકા સુધી ઇવી મોડમાં ચાલવાની ક્ષમતા આપે છે, જે તેને સૌથી કાર્યક્ષમ અને શક્તિશાળી હાઇબ્રિડ બનાવે છે.
નવી રેનો ડસ્ટર રેનો ફોરેવર પ્રોગ્રામની સાથે વધુ વિશ્વાસ અને માનસિક શાંતિ માટે સાત વર્ષની વોરંટી સાથે આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
