2025ના ત્રીજા ક્વાર્ટરમાં GST માં રાહત અને તહેવારોની મોસમને કારણે રિટેઈલ ધિરાણની માગમાં વધારો
અમદાવાદ, 17 ડિસેમ્બર: 2025માં દેશમાં તહેવારોની મોસમ પહેલા જ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં (GST) ઘટાડાને કારણે રિટેલ ક્રેડિટ માર્કેટને વેગ મળ્યો હોય તેમ જણાય છે. ખર્ચવહનક્ષમતામાં સુધારો થતાં, રિટેલ લોન લેનારાઓએ વધુ ધિરાણની માગ કરી. તેના પરિણામે, ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર 1 (CMI) જુલાઈથી સપ્ટેમ્બર 2025 માટે વધીને 99 પર પહોંચી ગયો, જે એપ્રિલથી જૂન 2025માં 98 હતો.
Chart 1: Credit Market Indicator (CMI) Sept 2023 – Sept 2025

GSTમાં રાહતને કારણે રિટેલ ગ્રાહકો તરફથી ધિરાણની માગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાય છે, જે નીતિગત સુધારા અને ગ્રાહક વર્તણૂક વચ્ચે મજબૂત અલાઇન્મેન્ટને દર્શાવે છે, જે ભારતના રિટેલ ધિરાણની ઇકોસિસ્ટમની સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકે છે. ધિરાણકર્તાઓ આ ગતિ સામે પ્રતિભાવ આપે છે, ત્યારે લાંબા ગાળાના નાણાકીય સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે ધિરાણના વિસ્તરણ અને જવાબદાર ધિરાણ વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની રહેશે.
GST અને તહેવારોની મોસમને કારણે ધિરાણની માગ પુનર્જીવિત બની
Chart 2: CMI Demand September 2023 – September 2025

CMI જુલાઈથી સપ્ટેમ્બર 2025ના સમયગાળાને આવરી લે છે, ત્યારે ટ્રાન્સયુનિયન CIBILએ GST 2.0 અને તહેવારોની મોસમની ગ્રાહકોની ધિરાણ વર્તણૂક પરની પ્રારંભિક અસરને જાણવા માટે ઓક્ટોબર 2025 માટે માગના વલણોનું વિશ્લેષણ પણ કર્યું છે. કંપનીએ 2024 અને 2025માં તહેવારોની ગાળાની માગ અને 2025માં ગ્રાહક ટકાઉ લોન, ટુ–વ્હીલર લોન અને ઓટો લોન માટે GSTની અસરની તુલના કરી. ઈન્ડેક્સમાં સામેલ વૃદ્ધિના વલણો (દર વર્ષે જાન્યુઆરીથી જૂનના સમયગાળા માટે 100 સુધી ઇન્ડેક્સ થયેલા) દર્શાવે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં દૈનિક સરેરાશ માગમાં ઈન્ડેક્સ કરેલી વૃદ્ધિ 2025માં વધીને 189 થઈ છે, જે 2024માં 128 હતી. તેવી જ રીતે, ટુ–વ્હીલર લોનમાં માગની વૃદ્ધિ 2025માં 272 થઈ છે, જે 2024માં 249 હતી, અને ઓટો લોનમાં માગની વૃદ્ધિ 2025માં વધીને 115 થઈ છે, જે 2024માં 115 હતી.
સુરક્ષિત સંપત્તિઓ, અર્ધ–શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો દ્વારા સંચાલિત ધિરાણનો પ્રવાહ
- 2025ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન સપ્લાય માટેનો CMI વધીને 97 થયો છે, જે 2024 ના સમાન ક્વાર્ટરમાં 91 હતો, જે મુખ્યત્વે વપરાશ માટેની લોન (ક્રેડિટ કાર્ડ સિવાય) અને ગોલ્ડ લોનને આભારી હતો.
- ગયા વર્ષે ઘટાડો થવા છતાં, સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં હોમ લોન, ઓટો લોન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન જેવી સુરક્ષિત એસેટ્સના ક્રેડિટ સપ્લાયમાં સકારાત્મક ગતિ જોવા મળી.
પહેલી વખત ધિરાણ લેનારા લોકોમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિદર સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરમાં 5% વધ્યો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 14% ઘટ્યો હતો, આ આંકડો પોતાનામાં મોટું પરિવર્તન સૂચવે છે. જો કે, સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરમાં નોંધાયેલા 17%ના ઉચ્ચ વાર્ષિક વૃદ્ધિ દર કરતા તે ઓછો હતો.
35 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોમાં વૃદ્ધિદર સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરના 3%ના વાર્ષિક દરથી વધીને 2025માં આ જ સમયગાળા દરમિયાન 12%ના વાર્ષિક દરે પહોંચ્યો હતો. અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઋણ લેનારા યુવાનોમાં વૃદ્ધિદર વાર્ષિક 7% થી વધીને 15% સુધી પહોંચ્યો હતો, જ્યારે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ગયા વર્ષે વાર્ષિક 3%ના ઘટાડા બાદ તે 8%ના વાર્ષિક દરે વધ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
