રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ
| 2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, (Y-o-Y) ૧૮.૩% નો વધારો | PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે |
| EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે | O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ. ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો) |
| માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને Jio-bp ના વોલ્યુમમાં ૨૪% નો વધારો થયો છે | જિયો પ્લેટફોર્મ્સ: EBITDA ૧૬.૪% વધી રૂ.૧૯,૩૦૩ કરોડ, માર્જિનમાં ૧૭૦ bpsનો વધારો |
| જિયો યુઝર્સ: જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ક્રોસ | ફિક્સ્ડ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગઈ |
| રિલાયન્સ રિટેલ: EBITDA વાર્ષિક ધોરણે ૧.૩% વધીને રૂ.૬,૯૧૫ કરોડ થયો છે | રિલાયન્સ રિટેલની હાયપર-લોકલ ડિલિવરી દૈનિક ઓર્ડરમાં ૪.૬ ગણો વધારો |

પરિણામો અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનાં તમામ વ્યવસાયો કોન્સોલિડેટેડ પર્ફોર્મન્સ સતત નાણાકીય વૃદ્ધિ અને પરિચાલનની મજબુતાઈ પ્રતિબિંબિત કરે છે.
જિયોની ડિજિટલ ઇકોસિસ્ટમ ભારતીય આવાસોમાં તેના મૂળ ઊંડા કરી રહી છે. અમારી મોબિલિટી અને બ્રોડબેન્ડ પ્રોડક્ટ્સ દ્વારા અમે મોબાઈલ ફોન, આવાસો, ઉપકરણો અને ઉદ્યોગસાહસોને જોડી રહ્યા છીએ. અમારી કનેક્ટિવિટી અને મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પૂરા પાડવામાં આવેલી સિનર્જિસ્ટિક વેલ્યૂ થકી કસ્ટમર એન્ગેજમેન્ટમાં મહત્વપૂર્ણ વધારો થયો છે. આ ત્રિમાસિક ગાળામાં, જિયોએ ભારતીય બજારો માટે ખાસ તૈયાર કરેલા તેના વ્યાપક અને સ્વદેશી ટેકનોલોજી સ્ટેક દ્વારા આકર્ષક ઓફર્સ આપીને તેના સબ્સ્ક્રાઇબર બેઝનો વધુ વિસ્તાર કર્યો છે. આ વ્યવસાયે EBITDAમાં ૧૬.૪% ની વૃદ્ધિ સાથે મજબૂત નાણાકીય પ્રદર્શન કર્યું છે.
અમારા રિટેલ વ્યવસાયો માટે પણ આ ત્રિમાસિક ગાળો મહત્વનો રહ્યો છે, જેમાં નવી બ્રાન્ડ્સ અને નવી પ્રોડક્ટ રેન્જ સામેલ કરીને પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસનું ડિમર્જર આ ત્રિમાસિક ગાળાથી અમલમાં આવ્યું છે. ક્લાસિક ઇન્ડિયન બ્રાન્ડ્સથી લઈને નવા યુગના લેબલ્સ સુધીના વ્યાપક અને વૈવિધ્યસભર પ્રોડક્ટ બાસ્કેટ સાથે, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વર્ટિકલ એક કેન્દ્રિત સંગઠનાત્મક માળખા સાથે તેના ઝડપી વૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહ્યો છે. દેશભરમાં અમારી ડીપ, ઓમ્ની-ચેનલ પ્રેઝન્સ અને હાઈપરલોકલ ક્વિક ડિલિવરીમાં મજબૂત પકડને કારણે રિટેલ બિઝનેસે મજબૂત પ્રદર્શન કર્યું છે.
સાનુકૂળ માગ-પુરવઠાની સ્થિતિ અને પરિચાલનની મજબૂતાઈ સાથે નોંધપાત્ર રીતે ઊંચા ફ્યુઅલ માર્જિનને કારણે O2C બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મને આપણા ફ્યુઅલ રિટેલિંગ વ્યવસાયમાં થયેલી મજબૂત વૃદ્ધિ અને જિયો-બીપી નેટવર્કના સતત થઈ રહેલા વિસ્તરણ પર ગર્વ છે. નીચા વોલ્યુમ અને નીચા ભાવોને કારણે અપસ્ટ્રીમ સેગમેન્ટના EBITDA પર અસર પડી હતી.
રિલાયન્સના મજબૂત કેશ-ફ્લો અને બેલેન્સ શીટની તાકાતને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. અમારા ફોરેન કરન્સી ડેટ ઇશ્યુઅન્સને હવે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા “A-” રેટિંગ આપવામાં આવ્યું છે.
રિલાયન્સ તેના એઆઇ અને ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઝંપલાવવાની સાથે વેલ્યૂ ક્રીએશનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે રિલાયન્સ આ યુગ-પરિવર્તનકારી ટેકનોલોજીના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવશે અને ભારત તથા સમગ્ર વિશ્વ માટે મોટા પાયે ટકાઉ ઉકેલો પૂરા પાડશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
