આરએસબી રિટેલએ IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 19 ઓગસ્ટઃ એથનિક વેર, રોજબરોજના કેઝ્યુઅલ અને ફોર્મલ વેર ઓફર કરતી પ્રીમિયમ, મીડ-પ્રીમિયમ અને વેલ્યુ કસ્ટમર સેગમેન્ટમાં કામ કરતી અગ્રણી મલ્ટી-ફોર્મેટ એપરલ રિટેલર આરએસબી રિટેલ ઈન્ડિયા લિમિટેડે આઈપીઓ થકી ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
ડીઆરએચપી મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીનો સૂચિત આઈપીઓ રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2.98 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નું મિશ્રણ છે.
ઓએફએસના ભાગરૂપે વેચાણકર્તા શેરધારકોમાં પોટ્ટી વેંકટેશ્વરલુ, સીમા રાજામૌલી, તિરુવીધુલા પ્રસાદ રાવ, પોટ્ટી વેંકટ સાઈ અભિનય, શ્રીના સુરેશ, તિરુવીધુલા રાકેશ, તિરુવીધુલા કેશવ ગુપ્તા, માતૃ વેંકટ લક્ષ્મી સિંધુ, ગૌરીશેટ્ટી લલિતા અને પોટ્ટી માલતી લક્ષ્મી કુમારીનો સમાવેશ થાય છે.
આરએસબી રિટેલ ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ રૂ. 275 કરોડ કંપની દ્વારા મેળવવામાં આવેલી કેટલીક લોનની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે, રૂ. 118 કરોડ આર. એસ. બ્રધર્સ અને સાઉથ ઈન્ડિયા શોપિંગ મૉલ ફોર્મેટ્સ હેઠળ નવા સ્ટોર્સ ઊભા કરવા માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
2008માં સ્થપાયેલી આરએસબી રિટેલની સફર વર્ષ 1999થી શરૂ થઈ હતી જ્યારે તેલંગાણાના હૈદરાબાદના કોટીમાં પ્રથમ આર. એસ. બ્રધર્સ સ્ટોર શરૂ થયો હતો. 31 માર્ચ,2025 સુધીમાં આરએસબી રિટેલ પાસે ત્રણ દક્ષિણ ભારતીય રાજ્યો – તેલંગાણા,આંધ્રપ્રદેશ અને કર્ણાટકના 22 શહેરોમાં 73 સ્ટોર્સ હતા. તે મુખ્યત્વે પાંચ મુખ્ય સ્ટોર ફોર્મેટ – સાઉથ ઈન્ડિયા શોપિંગ મોલ,આર.એસ. બ્રધર્સ,કાંચીપુરમ નારાયણી સિલ્ક્સ,ડીઈ રોયલ અને વેલ્યુ ઝોન હાઇપર માર્ટ દ્વારા કામગીરી કરે છે.
નાણાંકીય વર્ષ 2025માં આરએસબી રિટેલ ઈન્ડિયા લિમિટેડે રૂ. 2,694 કરોડની કામગીરીથી આવક મેળવી હતી જેમાં નાણાંકીય વર્ષ 2023થી નાણાંકીય વર્ષ 2025 સુધી 12.55 ટકાનો સીએજીઆર નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2025નો ચોખ્ખો નફો રૂ. 104.4 કરોડ હતો.
પોટ્ટી વેંકટેશ્વરાલુ, સીમા રાજામૌલી, તિરુવીધુલા પ્રસાદ રાવ, પોટ્ટી વેંકટ સાઇ અભિનય, સીમા સુરેશ તિરુવીધુલા રાકેશ અને તિરુવીધુલા કેશવ ગુપ્તા આ કંપનીના પ્રમોટર્સ છે.
દક્ષિણ ભારતમાં એપરલ માર્કેટ કુલ એપરલ માર્કેટનો 28 ટકા હિસ્સો ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2024માં તેનું મૂલ્ય રૂ. 1,723 અબજ હતું. આ બજાર 12 ટકાના સીએજીઆરથી વધીને નાણાંકીય વર્ષ 2029 સુધીમાં રૂ. 3,050 અબજના મૂલ્ય સુધી પહોંચવાની સંભાવના છે.
લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટડે, એચડીએફસી બેંક લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
