સાત્વિક સોલાર 450MW મોડ્યુલ સપ્લાય સાથે ગુજરાતના હરિયાળા ભવિષ્યને શક્તિ આપે છે; આગામી નાણાકીય વર્ષમાં વધુ 1GW સપ્લાયનો ટાર્ગેટ
અમદાવાદ, 17 ઓક્ટોબરઃ 2016માં સ્થપાયેલી સાત્વિક સોલર ભારતના અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક તરીકે ઝડપથી ઊભરી રહી છે. હરિયાણાના અંબાલામાં અત્યાધુનિક એકમ અને 1,400થી વધુ કર્મચારીઓ સાથે કંપની ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સોલર પાવરહાઉસ તરીકે ઊભરી આવી છે જે સમગ્ર ભારત અને વૈશ્વિક બજારો બંને માટે એડવાન્સ્ડ સોલર પીવી મોડ્યુલ પ્રોડક્શન અને વ્યાપક સોલર ઇપીસી સર્વિસીઝ પૂરી પાડે છે.
ક્ષમતા અને વિસ્તરણ
હાલની ઓપરેશનલ ક્ષમતાઃ વર્ષે 1.8 ગિગાવોટ | વધારાની 2 ગિગાવોટની ક્ષમતા નવેમ્બર, 2024 સુધીમાં કાર્યરત થશે | નાણાંકીય વર્ષ 2024-25 સુધીમાં કુલ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા | 3 પ્રોડક્શન પ્લાન્ટ્સ સાથે અંબાલામાં વાર્ષિક 3.8 ગિગાવોટ |
ભવિષ્યની વૃદ્ધિઃ સાત્વિક સોલરે ઇન્ટિગ્રેટેડ સેલ + સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સ્થળ તરીકે ઓડિશાની પસંદગી કરી છે. પ્રારંભિક સેલ ઉત્પાદન ક્ષમતાઃ વર્ષે 2.5 ગિગાવોટ, પ્રારંભિક સોલર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાઃ 4 ગિગાવોટ, ભવિષ્યમાં વિસ્તરણ માટેની યોજના હાલ પાઇપલાઇન હેઠળ છે
નવીનતા અને ગુણવત્તાઃ ઉચ્ચ અસરકારકતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સનો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો, બ્યૂરો વેરિટાસ યુએલ અને ટીયુવી રાઇનલેન્ડ દ્વારા સર્ટિફાઇડ ગ્લોબલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સનું પાલન, 100 ટકા એક્ટિવ સીઆરએમ ફેસિલિટી જે ગ્રાહક કેન્દ્રિત નિરાકરણો સુનિશ્ચિત કરે છે
ઉત્પાદન પ્રક્રિયામાં ટેક્નોલોજીકલ સુધારા માટે પ્રતિબદ્ધતા
નાણાંકીય ભાવિઃ આવકમાં વૃદ્ધિઃ (10 ગણી વૃદ્ધિ) છેલ્લા ચાર નાણાંકીય વર્ષમાં રૂ. 100 કરોડથી રૂ. 1,100 કરોડ, વર્તમાન નાણાંકીય વર્ષ માટેની અંદાજિત આવકઃ રૂ. 2,000 કરોડથી વધુ, કરવેરા પછીનો અંદાજિત નફોઃ રૂ. 170-180 કરોડ (અગાઉના વર્ષ કરતાં 80 ટકાની વૃદ્ધિ), નાણાંકીય વર્ષ 2026 સુધીમાં ભારતમાં બજાર હિસ્સો વધારીને 7-10 ટકા કરવાનું લક્ષ્ય
આરઈઆઈ એક્સપો 2024 ખાતે નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ
1. N-TOPCon G12R મોડ્યુલ
- 625 Wp સુધીનું પાવર આઉટપુટ
- 16 મલ્ટી બસ બાર ટેક્નોલોજી સાથે 132 સેલ્સ
- ઉચ્ચ ઊર્જા રૂપાંતરણ કાર્યક્ષમતા માટે N-type TOPCon ટેક્નોલોજીનો ઉપયોગ
2. 100 ટકા સ્ટેઇનલેસ સ્ટીલ સબમર્સિબલ પંપ રેન્જઃ
- ક્ષમતાઃ 3એચપીથી 10એચપી
- ઉપયોગઃ પીવાના પાણીનો સપ્લાય, પશુઓને પાણી પીવડાવવા, તળાવના મેનેજમેન્ટ, સિંચાઇ માટે
- પર્ફોર્મન્સ અને ક્વોલિટી માટે એનએબીએલ એક્રેડિટેડ
ગુજરાત સંબંધિત યોગદાનો
સાત્વિક સોલરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસર પ્રશાંત માથુરે જણાવ્યું કે ગુજરાતની સૌર ક્રાંતિમાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ માટેની અગ્રણી સપ્લાયર, રાઘણસેડા ખાતે 100 મેગાવોટ જીએસઈસીએલ પ્રોજેક્ટ, કચ્છમાં 30 મેગાવોટ જીએસઈસીએલ પ્રોજેક્ટ, સુંદરનગર અને રાધનપુર ખાતે 324 મેગાવોટ જીયુવીએનએલ પ્રોજેક્ટ, ખંભાત (આણંદ)માં 2.6 મેગાવોટ ઓએનજીસી પ્રોજેક્ટ, પીએમ સૂર્યા સ્કીમ સાથે સંલગ્ન રહીને સમગ્ર ગુજરાતમાં મજબૂત રિટેલ હાજરી, સમગ્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ફેલાયેલું વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ફ્યુજી સિલ્વરટેક કોંક્રિટ પ્રાઇવેટ લિમિટેડ, અમૂલ મંડળી અને બેક્સ્ટર ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ક્લાયન્ટ્સને સોલર સોલ્યુશન્સ સપ્લાય કર્યા છે. સાત્વિક સોલરની નવીનતા, ગુણવત્તા અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતા તેને ભારતના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્ર તથા ગ્લોબલ સોલર માર્કેટમાં અગ્રણી તરીકેનું સ્થાન આપે છે. તેના પ્રભાવશાળી વૃદ્ધિ માર્ગ અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓ સાથે સાત્વિક સોલર ન કેવળ સોલર ઇન્ડસ્ટ્રીમાં ભાગ લઈ રહી છે પરંતુ સક્રિયપણે તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)