SAEL INDUSTRIES LIMITED એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 નવેમ્બર :એસએઈએલ (SAEL) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“The Company”) ભારતમાં ટોચના પાંચ રિન્યૂએબલ એનર્જી ઇન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડ્યુસર્સ(“IPPs”)માં સ્થાન ધરાવે છે જે 30 જૂન, 2025 સુધીમાં ઓપરેશનલ ક્ષમતાના આધારે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ અને ઇન-હાઉસ સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સાથે સજ્જ છે.
કંપનીએ રૂ. 45,750.00 મિલિયન (રૂ. 4,575 કરોડ) (“Total Offer Size”) સુધીની રકમના આઈપીઓ દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના)ની ઓફર દ્વારા ફંડ્સ એકત્રિત કરવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.
કુલ ઓફર સાઇઝમાં રૂ. 37,500.00 મિલિયન (રૂ. 3,570 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 8,250 મિલિયન (રૂ. 825) કરોડ સુધીના મૂલ્યના વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે (“Listing Details”).
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે (“BRLMs”).
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
