Sai Life Sciencesનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 522-549
ઇશ્યૂ ખૂલશે | 11 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 13 ડિસેમ્બર |
લોટ સાઇઝ | 27 શેર્સ |
પ્રાઇસબેન્ડ | રૂ.522-549 |
એન્કર ઓફર | 10 ડિસેમ્બર |
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ Sai Life Sciences શેરદીઠ રૂ. 522-549ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 11 ડિસેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 13 ડિસેમ્બરના રોજ બંધ થશે. ઓફરમાં રૂ. 9,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના જેટલી સંખ્યાના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા 3,81,16,934 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો શરૂ થવાની અને બંધ થવાની તારીખ મંગળવાર, 10 ડિસેમ્બર, 2024 છે. બિડ/ઓફર બુધવાર, 11 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 522થી રૂ. 549 પર ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 27 ઇક્વિટી શેર અને ત્યારબાદ 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યોઃ કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો રૂ. 7,200 મિલિયન જેટલા અંદાજિતપણે કંપની દ્વારા મેળવાયેલા તમામ કે ચોક્કસ ઋણના સંપૂર્ણ કે આંશિક ચૂકવણી/પૂર્વચૂકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાની દરખાસ્ત કરે છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.
લીડ મેનેજર્સઃ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા પ્રાઇવેટ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)