સનાથન ટેક્સટાઇલ્સે પંજાબમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ સુવિધામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સનાથન ટેક્સટાઇલ લિમિટેડે પંજાબના વઝીરાબાદમાં તેની અદ્યતન ઉત્પાદન સુવિધા ખાતે વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરીને કંપનીની વિકાસની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હાંસલ કર્યાંની ગૌરવભેર જાહેરાત કરી છે.
કંપનીએ તેના વિસ્તરણની દિશામાં પ્રથમ પગલું ભરતાં કન્ટિન્યુઅસ પોલિમરાઇઝેશન (સીપી) લાઇન સાથે આજે પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. આ સુવિધાએ દૈનિક 350 ટન સાથે ઉત્પાદન શરૂ કર્યું છે, જે આગામી 304 મહિનામાં ધીમે ધીમે પ્રતિ દિવસ 700 ટન સુધી વધવાની અપેક્ષા છે.
બીજા તબક્કાના અમલીકરણ બાદ પંજાબ ખાતેની સુવિધા દરરોજ 950 ટનનું યોગદાન આપશે, જેનાથી સનાથન ટેક્સટાઇલ્સની કુલ સ્થાપિત યાર્ન – ઉત્પાદન ક્ષમતા સિલ્વાસામાં 2,23,750 એમટીપીએથી વધીને બંન્ને સ્થળોએ 5,70,500 એમટીપીએ થશે.
આ બંન્ને પ્લાન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે રીતે સંચાલન કરવાનો લક્ષ્યાંક છે ત્યારે કમર્શિયલ ફોકસ વ્યૂહાત્મક રીતે અલગ રહેશેઃ
- પંજાબ એક મજબૂત સ્થાનિક ઇકોસિસ્ટમ બનાવવાને પ્રાથમિકતા આપશે અને મુખ્યત્વે ઉત્તર ભારતના કાપડ બજારને ધ્યાનમાં રાખીને ગ્રીન મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- સિલવાસા ભારતના પશ્ચિમી બંદરોની નિકટતા સાથે સ્થાનિક અને નિકાસ માંગ બંનેને પૂર્ણ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી કંપનીની વૈશ્વિક હાજરી મજબૂત થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
