ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા SBI 2025ની ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’ તરીકે પસંદગી પામી
19 જુલાઈ 2025: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન દ્વારા વર્ષ 2025 માટે ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’તરીકે પસંદ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન મેગેઝીન દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હતું જેમાં વિશ્વભરના કોર્પોરેટ ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ્સ, વિશ્લેષકો અને બેંકર્સના અભિપ્રાયો પણ સામેલ હતાં. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન આ એવોર્ડ એસબીઆઈના ચેરમેન સી.એસ. સેટ્ટીને 18 ઑક્ટોબર 2025ના રોજ વોશિંગ્ટન D.C.માં આયોજિત વાર્ષિક ઇવેન્ટ ‘વર્લ્ડ્સ બેસ્ટ બેંક’ દરમિયાન, IMF/વર્લ્ડ બેંકના વાર્ષિક સંમેલનના અવસરે એનાયત કરશે.

SBI ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ વ્યક્ત કરતા કહ્યું, ‘અમારા તમામ માન્ય ગ્રાહકો, સમર્પિત કર્મચારીઓ અને અન્ય તમામ સ્ટેકહોલ્ડર્સનો દિલથી આભાર જેમણે અમારામાં અઢળક વિશ્વાસ મૂક્યો, ‘ગ્રાહક અનુભવ અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનું કેન્દ્ર બિંદુ છે. અમે ઑનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવી રહ્યા છીએ, સ્થાનિક ભાષાઓમાં વૉઇસ બેન્કિંગ સક્ષમ બનાવી રહ્યા છીએ અને 24×7 ડિજિટલ સપોર્ટ સુનિશ્ચિત કરી રહ્યા છીએ, જેથી ભૌગોલિક વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં ઉભરી રહેલા સેગમેન્ટ્સ માટે એક સરળ અને સર્વસમાવેશક અનુભવ આપી શકાય. અમે AI આધારિત અત્યંત વ્યક્તિગત સેવાઓથી સશક્ત ઓમ્ની-ચેનલ એન્ગેજમેન્ટ મોડેલ્સ ઊભાં કરી રહ્યા છીએ.’
આ વૈશ્વિક માન્યતા એસબીઆઈની તેની 52 કરોડથી વધુ ગ્રાહકોને નવીનતા, સર્વસમાવેશકતા અને શ્રેષ્ઠતા સાથે સેવા આપવાના પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપે છે, જેમાં દેશના દરેક ખૂણે અને વિદેશમાં પણ વર્લ્ડ-ક્લાસ બેન્કિંગ એક્સપિરિયન્સ પહોંચાડવાનો સંકલ્પ સામેલ છે.
ગ્લોબલ ફાઈનાન્સ 193 દેશોમાં 50,000થી વધુ વાચકવર્ગ ધરાવતું ખ્યાતિપ્રાપ્ત ફાયનાન્શિયલ પબ્લિકેશન છે, જે છેલ્લા લગભગ ચાર દાયકાથી કોર્પોરેટ લીડર્સ, સેન્ટ્રલ બેંકર્સ અને સી-સૂટ એક્ઝિક્યુટિવ્સ માટે એક વિશ્વસનીય સ્ત્રોત તરીકે કાર્ય કરી રહ્યું છે. વર્લ્ડ્સ બેસ્ટ બેંક એવોર્ડ્સ 150થી વધુ દેશો અને 11 વૈશ્વિક પ્રદેશોમાં સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે, જેમાં સંપાદકીય વિશ્લેષણ અને વૈશ્વિક નાણાંકીય વ્યાવસાયિકોના અભિપ્રાયોનો સમન્વય હોય છે. મેગેઝીનનો વ્યાપક વિસ્તાર, વિશ્વસનીયતા અને વાચકવર્ગ આ એવોર્ડને વૈશ્વિક બેન્કિંગ શ્રેષ્ઠતાનો મહત્વપૂર્ણ બેન્ચમાર્ક બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
