અલ્ગો પ્લેટફોર્મ ટ્રેડટ્રોન સાથે જોડાણ માટે સેબીએ 120થી વધુ સ્ટોક બ્રોકર્સને નોટિસ ફટકારી
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસ લિ., ઝેરોધા અને 5 પૈસા કેપિટલનો પણ સમાવેશ
મુંબઇ, 8 ઓક્ટોબરઃ કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ટ્રેડટ્રોન સાથેના જોડાણ મુદ્દે 120થી વધુ સ્ટોક બ્રોકર્સને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કેટલાક અગ્રણી બ્રોકરેજ કે જેમને નિયમોના સંભવિત ઉલ્લંઘન માટે નોટિસ મળી છે તેમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસ લિ., ઝેરોધા અને 5 પૈસા કેપિટલનો સમાવેશ થાય છે. સેબી દ્વારા ટ્રેડટ્રોન અને અન્ય અલ્ગો પ્લેટફોર્મ પર તેની મોટી તપાસના ભાગરૂપે નોટિસ જારી કરવામાં આવી હતી. આમાંની ઘણી બ્રોકરેજ કંપનીઓએ રેગ્યુલેટરને બાંયધરી આપ્યા પછી પણ ટ્રેડટ્રોન સાથે તેમનું જોડાણ ચાલુ રાખ્યું હતું કે તેઓએ પ્લેટફોર્મ સાથેનું તેમનું જોડાણ બંધ કર્યું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
સેબીએ નોંધ્યું હતું કે ટ્રેડટ્રોન તેની વેબસાઇટ પર ખાતરીપૂર્વકના વળતરનું વચન આપતી અલ્ગો ટ્રેડિંગ વ્યૂહરચના પ્રદર્શિત કરી રહી હતી. જો કે, સેબીનો 2022નો પરિપત્ર સ્ટોક બ્રોકર્સને ખાતરીપૂર્વકનું વળતર આપતા પ્લેટફોર્મ સાથેના કોઈપણ જોડાણથી પ્રતિબંધિત કરે છે.
અહેવાલ મુજબ, કુલ 122 બ્રોકર્સ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા કારણ કે તેઓએ તેમના API ને ટ્રેડટ્રોન સાથે સંકલિત કરવાનું ચાલુ રાખ્યું હતું. સેબીની નોટિસ મેળવનારા સ્ટોક બ્રોકર્સની યાદીમાં આદિત્ય બિરલા મની, અરિહંત કેપિટલ માર્કેટ્સ, આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ, એન્જલ વન, આશિકા સ્ટોક બ્રોકિંગ, બોનાન્ઝા પોર્ટફોલિયો, ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ, જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિસ, એચડીએફસી સિક્યોરિટીઝ, હેમ સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે. આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસ, કેડિયા કેપિટલ સર્વિસિસ, કોટક સિક્યોરિટીઝ, માસ્ટર કેપિટલ સર્વિસિસ, પેટીએમ મની, ફિલિપ કેપિટલ (ઇન્ડિયા), પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝ, પ્રભુદાસ લિલ્લાધર, સેમકો સિક્યોરિટીઝ, એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ, શેરખાન, સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ, ટ્રેડજિની ફાઇનાન્સિયલ સર્વિસિસ સહિત અન્યો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)