SEDMAC Mechatronics Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 13 નવેમ્બર: સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
કંપની ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં મોબિલિટી અને ઔદ્યોગિક બજારોમાં અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEMs”) ને કંટ્રોલ-ઇન્ટેન્સિવ, ક્રિટિકલ-ટુ-ધ-એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ (“ECUs”) ની ડિઝાઇન અને સપ્લાયની કામગીરીમાં રોકાયેલી છે. કામગીરીમાંથી મોટાભાગની આવક નોવેલ કંટ્રોલ ટેક્નોલોજીસ ધરાવતી પ્રોડક્ટ્સને આભારી છે જેની કલ્પના અને વિકાસ સંપૂર્ણપણે ઇન-હાઉસ ધોરણે કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ્સ કંપનીને નવા પ્રોપરાઇટરી સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સક્ષમ બનાવે છે જે વપરાશકર્તાઓ અથવા ઓઇએમ ગ્રાહકોને વિશિષ્ટ મૂલ્ય પ્રદાન કરે છે.
DRHPમાં જણાવ્યા મુજબ કંપની આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફરમાં 80,43,300 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની 100 ટકા ઓફરનો (“Total Offer Size”) સમાવેશ થાય છે. કંપનીને વેચાણ માટેની ઓફરમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં.
30 જૂન, 2025ના રોજ પૂરા થતા ત્રણ મહિના, નાણાંકીય વર્ષ 2025, નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીની કામગીરીથી આવક અનુક્રમે રૂ. 2,173.57 મિલિયન, રૂ. 6,583.63 મિલિયન, રૂ. 5,306.53 મિલિયન અને રૂ. 4,230.28 મિલિયન રહી હતી. આ સમયગાળા/વર્ષ માટેનો નફો અનુક્રમે રૂ. 170.69 મિલિયન, રૂ. 470.45 મિલિયન, રૂ. 58.78 મિલિયન અને રૂ. 85.73 મિલિયન રહ્યો હતો.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
