DetailsOpenHighLowClose
sensex73968751247181674671
nifty22455227832177722605

અમદાવાદ, 1 મેઃ એપ્રિલ મહિનામાં સેન્સેક્સે 705 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવવા સાથે 74671 પોઇન્ટની સપાટીએ બંધ આપીને રોકાણકારોમાં 80000 માટેનો વિશ્વાસ સ્થાપ્યો છે. સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 25000 તરફ ગતિ જારી રાખવા સાથે એપ્રિલમાં 150 પોઇન્ટના સુધારા સાથે 22605 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઇન્ટ્રા-મન્થ 22783 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ (તા. 30 એપ્રિલના રોજ) પહોંચ્યો છે. છેલ્લા પાંચ વર્ષના એપ્રિલ માસનો ઇતિહાસ ચકાસીએ તો જોવા મળ્યું છે કે, પાંચમાંથી 3માં સેન્સેક્સે સુધારો અને 2 એપ્રિલમાં ઘટાડો નોંધાવ્યો છે.

છેલ્લા 5 વર્ષના એપ્રિલમાં સેન્સેક્સની સ્થિતિ

એપ્રિલ-24+514
એપ્રિલ-23+1981
એપ્રિલ-22-1470
એપ્રિલ-21-1086
એપ્રિલ-20+4212

પોઝિટિવ માર્કેટ મોમેન્ટમ, તમામ સેક્ટર્સના ઇન્વેસ્ટર્સનું ઇન્વોલ્વમેન્ટ તેમજ ચૂંટણીની મોસમના અંદાજિત પરીણામો, મજબૂત ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને જિયો- પોલિટિકલ સ્થિતિમાં સુધારાના અણસારો જોતાં નિષ્ણાતો એવો અંદાજ મૂકી રહ્યા છે કે મે-24માં પણ ભારતીય શેરબજારોમાં તેજી બરકરાર રહેશે. એક વાત ઉલ્લેખનીય છે કે, 407નો જાદૂઇ અને સેન્ટિમેન્ટલ આંક ક્રોસ થાય કે ના થાય તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર શું ઇફેક્ટ પડશે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હિસ્ટ્રી ચેક કરીએ તો જોવા મળે છે કે, છેલ્લા 4 વર્ષના મે માસની સ્થિતિ જોઇએ તો 4માંથી 3 માસમાં તેજીનો થનગનાટ જોવા મળ્યો છે. મે-24ની સ્થિતિ મોટે ભાગે ચૂંટણી પરીણામો ઉપર નિર્ભર રહેશે. અત્યારે તો બજારની નજર ચૂંટણી પરીણામો પછી સેન્સેક્સ 80000 ક્રોસ કે 70000 બ્રેક કરશે….?! તેની ઉપર રહેલી છે. ટૂંકમાં મે-24ની મજા જૂન-24માં જામે તો સેન્સેક્સ 80000 ક્રોસ થઇ શકે અને મે-24ની મજા પછી જૂન-24માં મંદીની સજા થાય તો સેન્સેક્સ 70000 તોડી પણ શકે.

મે-14+1724
મે-19+678
મે-20-324
મે-21+3581
મે-22-863
મે-23+1321
મે-24??

છેલ્લા 4 વર્ષના મે માસની સ્થિતિ

નિફ્ટી રેકોર્ડ સપાટી જાળવવામાં નિષ્ફળ;  સેન્સેક્સ 189 પોઈન્ટ ઘટ્યો1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના કારણે બજાર બંધ રહેશે

અત્યંત વોલેટાઇલ માર્કેટમાં નિફ્ટી-50એ તમામ ઇન્ટ્રાડે લાભો ભૂંસી નાખ્યા અને IT, મેટલ, મીડિયા, તેલ અને ગેસ સહિતના ઇન્ડાઇસિસમાં પણ જોવા મળેલી વેચવાલી વચ્ચે સાર્વત્રિક ઘટાડાની ચાલ જોવા મળી છે. બંધ સમયે, સેન્સેક્સ 188.50 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 74,482.78 પર અને નિફ્ટી 38.60 પોઈન્ટ અથવા 0.17 ટકા ઘટીને 22,604.80 પર હતો.

ઇન્ટ્રા ડે ટ્રેડ દરમિયાન  જ્યારે સેન્સેક્સ 75,124.28ના રેકોર્ડ સ્તરની નજીક ગયો હતો. પરંતુ છેલ્લા એક કલાકના પ્રોફીટ બુકીંગમાં તમામ સુધારો ધોવાઇ ગયો હતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ ઈન્ટ્રાડે તેમની રેકોર્ડ હાઈને સ્પર્શ્યા હતા. આઇટી, મેટલ, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર ક્ષેત્રોમાં 0.4-1 ટકાનો ઘટાડો જ્યારે ઓટો, પાવર અને રિયલ્ટીમાં એક ટકાથી વધુનો વધારો થયો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ નવી ઊંચી સપાટીએ પહોંચ્યો અને 0.5 ટકા ઊંચો અંત આવ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ નોટ પર સમાપ્ત થયો હતો.

નિફ્ટી-50માં ગેઇનર્સનિફ્ટી-50માં લૂઝર્સ
M&M, પાવર ગ્રીડ કોર્પોરેશન, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતાટેક મહિન્દ્રા, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ અને સન ફાર્મા ઘટ્યા હતા

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)