માર્કેટ સેન્ટિમેન્ટ વર્સસ કોવિડ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ, જિયોપોલિટિકલ ક્રાઇસિસ, રિસેશન જેવાં સંખ્યાબંધ નેગેટિવ ફેકટર્સ વચ્ચે વર્લ્ડ ઇક્વિટી માર્કેટ્સમાં મંદીનો માહોલ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી બન્ને તેમની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટીઓ ગુમાવી ચૂક્યા છે. વૈશ્વિક શેરબજારોમાં શરૂ થયેલાં હેવી કરેક્શનના પગલે તા. 1 ડિસેમ્બરના રોજ 63583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સમખાવા પૂરતી નોંધાવી સત ઘટાડાના પંથે રહ્યો છે. એટલું જ નહિં, ઓલટાઇમ હાઇ સપાટીથી સેન્સેક્સે અત્યારસુધીમાં 3738 પોઇન્ટનો જંગી ઘટાડો નોંધાવી દીધો છે. જે ઓલટાઇમ હાઇથી 6.5 ટકાનું હેવી કરેક્શન દર્શાવે છે.

બજારમાં કડાકા માટેના મુખ્ય કારણો એક નજરે

યુએસ ફેડે વ્યાજ વધારાનો સંકેત આપ્યોજેના કારણે વિદેશી નાણાકીય સંસ્થાઓનો ભારતીય ઇક્વિટીમાં ઇન્ટરેસ્ટ ઘટી શકે.
વૈશ્વિક મંદીની દહેશતલાર્જ ઇકોનોમિ જેવાં કે યુએસ, જાપાન, યુકે, ચીન વગેરે મંદીના ભરડામાં આવે તેવી દહેશત સેવાય છે.
કોવિડ કરતાં પણ અફવાઓનો ફેલાવો વધ્યોકોવિડ કેસોની સંખ્યા અને ચીન, જાપાન, બ્રાઝિલ, યુએસ સહિતના દેશોમાં મરણના આંકડાઓ અંગે ફેલાઇ રહેલી અફવાઓની પણ અસર
વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલયુએસમાં ટેકનોલોજી શેર્સ તૂટ્યા તેની પાછળ એશિયાઇ શેરબજારોમાં પણ મંદીનો માહોલ

માર્કેટબ્રેડ્થ 87 ટકા નેગેટિવઃ સેન્ટિમેન્ટ સાફ

બીએસઇ ખાતે આજે કુલ ટ્રેડેડ 3655 સ્ક્રીપ્સ પૈકી માત્ર 411 એટલેકે 11.24 ટકા સ્ક્રીપ્સમાં જ સુધારો નોંધાયો હતો. જ્યારે 3181 સ્ક્રીપ્સ એટલેકે 87.03 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 29 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. અને બીએસઇ ખાતે 624 સ્ક્રીપ્સમાં લોઅર સર્કીટ વાગી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ હેવીલી નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ કોવિડ-19ના શરૂઆતના દિવસો જેવું એટલેકે સાવ સાફ થઇ ગયાની સ્થિતિ સર્જાઇ હતી.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30029
બીએસઇ36554113181

નિફ્ટીએ 18000ની અને સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી

માર્કેટમાં આજે સેલિંગ પ્રેશર એટલું તીવ્ર હતું કે, સેન્સેક્સે 60000 પોઇન્ટ અને નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લેવલ્સ તોડી નાંખ્યા હતા. વીકલી ધોરણે સેન્સેક્સ 1493 પોઇન્ટ ઘટ્યો હતો. જ્યારે ડિસેમ્બરમાં 17 ટ્રેડિંગ સેશન્સ દરમિયાન 3439 પોઇન્ટનું ગાબડું નોંધાવી ચૂક્યો છે. જેના કારણે રોકાણકારોની મૂડી (બીએસઇ માર્કેટકેપ) રૂ. 17.75 લાખ કરોડના ધોવાણ સાથે રૂ. 272.13 લાખ કરોડની નીચી સપાટીએ ધસી ગયું છે.

વિગતખુલીવધીઘટીબંધઘટાડો
સેન્સેક્સ60205605475976659845-981
નિફ્ટી17977180501777917807-320

2%થી વધુ તૂટેલા ઇન્ડાઇસિસ

તમામ સેક્ટર્સમાં સેલિંગ પ્રેશર વચ્ચે આજે 9 સેક્ટોરલ ઇન્ડાઇસિસ બે ટકાથી વધુ તૂટ્યા હતા. તે પૈકી પાવર ઇન્ડેક્સ સૌથી વધુ 4.89 ટકા, મેટલ 3.93 ટકા, ઓઇલ 3.71 ટકા, ટેલિકોમ 3.33 ટકા, રિયાલ્ટી 3.52 ટકા અને સ્મોલકેપ 4.11 ટકા તથા મિડકેપ ઇન્ડેક્સ 3.40 ટકા સુધી તૂટ્યા હતા.

ટેલિકોમ3.33
ઓટો2.51
કેપિટલ ગુડ્સ2.84
મેટલ3.93
ઓઇલ3.71
પાવર4.89
રિયાલ્ટી3.52
સ્મોલકેપ4.11
મિડકેપ3.40

દ્રોણઆચાર્ય એરિયલ ઇન્નોવેશન એસએમઇ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડઃ પૂણે હેડક્વાર્ટર ધરાવતી અને પહેલી ડ્રોન સ્ટાર્ટઅપ કંપની દ્રોણઆચાર્ય એરિયલ ઇન્નોવેશન્સ લિ.ના શેર્સ બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ થયા છે. કંપનીના શેર્સ રૂ. 52ની ઇશ્યૂ પ્રાઇસ સામે શુક્રવારે રૂ. 107.10ની સપાટીએ બંધ રહ્યા હતા. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 53.10 એટલેકે રૂ. 98.33 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.