સેન્સેક્સ 77000 ક્રોસ, નિફ્ટી નવી ઊંચાઇએ
અમદાવાદ, 12 જૂનઃ ભારતીય શેરબજારો સતત તેજીના માર્ગે આગેકૂચ સાથે નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. આજે નિફ્ટી સવારના સેશનમનાં 150 પોઈન્ટથી વધુ ઉછળીને 23441.95 પોઇન્ટની નવી વિક્રમ સપાટીએ પહોંચ્યો હતો, જેમાં આઈટી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરો લાભમાં આગળ હતા, જ્યારે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા હતા. બીજી તરફ બીએસઇ સેન્સેક્સ પણ 77000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 500+ પોઇન્ટના ઉછાળા સાથે સવારે 11 કલાક આસપાસના સુમારે 77050 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. નિફ્ટી મિડકેપ 100 એ પ્રથમ વખત 54,000 ને વટાવીને 54,094.40 ની નવી વિક્રમી ઊંચી સપાટી બનાવી છે.
સેક્ટોરલ પર્ફોર્મન્સના સંદર્ભમાં, નિફ્ટી એફએમસીજીને બાદ કરતાં, બાકીના 12 સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. BPCL અને કોલ ઈન્ડિયા નિફ્ટી 50માં ટોચના લાભકર્તા હતા, દરેક 2 ટકાથી વધુ વધ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)