શેરબજારોમાં મંદીનો વંટોળઃ સેન્સેક્સ વધુ 139 પોઇન્ટ ડાઉન
અમદાવાદઃ ભારતીય શેરબજારો એક પછી એક નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે રૂંધાઇ રહ્યા છે. સતત પાંચમાં દિવસની ઘટાડાની ચાલમાં સેન્સેક્સ 139 પોઇન્ટ તૂટ્યો હતો. જદ્યારે નિફ્ટી-50 17500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી હજી જાળવી રહ્યો છે. પરંતુ માર્કેટમાં ખરીદીનો કોઇ મૂડ નહીં હોવાના લક્ષણો જણાઇ રહ્યા છે. યૂએસ ફેડ રિઝર્વ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધુ એક વધારાનો ડામ વર્લ્ડ ઇક્વિટી માર્કેટને આપે તેવી દહેશત વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં ટોન મિક્સ રહ્યો હતો. તેની અસરરૂપે ભારતીય શેરબજારોમાં પણ વારંવાર ગ્રીન- રેડ ઝોનમાં અથડાયા બાદ છેલ્લે પાંચમા દિવસે પણ ઘટાડાની ચાલ રહી હતી. આજે એફએએન્ડઓ ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરી હોવાના કારણે પણ વોલેટિલિટી વધુ રહી હતી.
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ સાવ ખાડે ગયું
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 13 | 17 |
બીએસઇ | 3599 | 1511 | 1947 |
BSE સેન્સેક્સ 59,960.04 અને 59,406.31 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 139.18 પોઈન્ટ્સ ઘટીને 59605.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 17,620.05 અને 17,455.40 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 43.05 પોઈન્ટ્સના કડાકા સાથે 17511.25 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ સેક્ટોરલ્સમાં પણ સાર્વત્રિક વેચવાલીનો માહોલ
બીએસઇ ખાતે વિવિધ સેક્ટોરલ્સમાં પણ આજે સતત વેચવાલીનું પ્રેશર રહેતાં રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્ઝ. કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ટેલીકોમ, ફાર્મા આઈટી અને ટેકનો શેરોમાં ઘટાડાની ચાલ રહી હતી. જ્યારે મેટલ, ઓટો, એફએમસીજી અને બેન્ક શેરોમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.40 ટકા ઘટીને અને 0.06 ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સમાં સુધારો
BSE સેન્સેક્સ પેકમાં આજે એક્સિસ બેન્કમાં સૌથી વધુ 1.72 ટકાનો ઉછાળો નોંધાયો હતો. સુધરેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આઈટીસી, સન ફાર્મા, કોટક બેન્ક, મારુતિ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. તેની સામે એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ 3.18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઘટીને બંધ રહેલાં અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, ઈન્ડસઈન્ડ, ભારતી એરટેલ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, રિલાયન્સ અને એચડીએફસીનો સમાવેશ થાય છે.
BSE GASINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
FINCABLES | 712.80 | +51.60 | +7.80 |
RAYMOND | 1,318.10 | +90.85 | +7.40 |
PRSMJOHNSN | 108.30 | +6.05 | +5.92 |
SANDUMA | 982.70 | +104.75 | +11.93 |
USHAMART | 181.50 | +13.70 | +8.16 |
BSE LOSERS AT GLANCE
Security | LTP (₹) | Change | % Change |
IRB | 29.70 | -4.50 | -13.16 |
TEJASNET | 561.55 | -35.95 | -6.02 |
LODHA | 806.80 | -42.75 | -5.03 |
ADANIGREEN | 512.35 | -26.95 | -5.00 |
ADANITRANS | 749.35 | -39.40 | -5.00 |