Sensex-Nifty Outlook: Nifty 20480-20500ની રેન્જ તરફ આગેકૂચ કરશે, માહોલ તેજીનો રહેશે
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ચીન અને અમેરિકાના પોઝિટીવ આર્થિક આંકડાઓ અને સાર્વત્રિક માહોલ લેવાલીનો રહેતાં ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સપ્તાહે પણ વૈશ્વિક બજારોના સથવારે નિફ્ટી નવી રેકોર્ડ સપાટી તરફ આગેકૂચ કરે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આવો જાણીએ નિષ્ણાતોના મત…
લાર્જકેપમાં તેજી સાથે પોઝિટીવ માહોલ રહેશે
સ્થાનિક શેરબજારોએ વૈશ્વિક બજારોની અપેક્ષાએ વધુ ઉછાળો નોંધાવ્યો છે. મોટાપાયે ખરીદીના પગલે નિફ્ટી નવી ટોચે પહોંચવા સાથે ઓટો, આઈટી, ફાર્મા સેગમેન્ટના શેરોમાં રિકવરીનો દોર ચાલુ રહેશે. જેની પાછળનું કારણ G20નું સફળ આયોજન છે. આવતા અઠવાડિયે, યુએસ વ્યાજ દરના નિર્ણયને કારણે ફેડ દ્વારા વિરામ લેવાની અપેક્ષા છે, જે વૈશ્વિક બજારોમાં રાહત લાવી શકે છે.- સિદ્ધાર્થ ખેમકા, હેડ – રિટેલ રિસર્ચ, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ
બેન્ક નિફ્ટીની ઉંચાઈમાં એચડીએફસી બેન્કનું મહત્વનું યોગદાન
“બેંક નિફ્ટી તેની સર્વકાલીન ટોચ નજીક આવતાં સેન્ટિમેન્ટ હકારાત્મક રહે છે. 46,000 પર પુટ રાઈટર્સની મજબૂત હાજરીએ ઈન્ડેક્સને સકારાત્મક રહેવા માટે ટેકો આપ્યો છે. જ્યાં સુધી બેન્ક નિફ્ટી 46000 ઉપર રહેશે ત્યાં સુધી વલણ તેજીમાં રહેવાની ધારણા છે. ટૂંકા ગાળામાં, બેન્ક નિફ્ટી 46,700 અને 47,000ની આસપાસના સ્તર સુધી પહોંચે તેવી સંભાવના છે.” – રૂપક દે, સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ