SENSEX 61066ની હાયર સપાટીએ ખુલી 61290ની હાયર હાઇ સપાટીએ બંધ
NIFTYએ પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી
માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ સેન્સેક્સની 26, BSE 1775 સ્ક્રીપ્સ સુધરી
ઓટો ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યો
FPIની મંગળવારે રૂ. 2609.94 કરોડની નેટ ખરીદી જોવાઇ
અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે ઓક્ટોબર મહિનો ભલે અવઢવથી ભરેલો રહ્યો હોય. પરંતુ નવેમ્બર કંઇક નવા-જૂની કરશે તેવા આશાવાદ સાથે આજે બીએસઇ સેન્સેક્સે 61066 પોઇન્ટની હાયર સપાટીએ ખુલી 61290 પોઇન્ટની હાયર હાઇ સપાટીએ બંધ આપ્યું છે. જે માર્કેટમાં હાઇ વોલ્ટેજ વોલેટિલિટી સાથે સુધારાનો ટોન શરૂ થયાનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે માર્કેટ જૂના ઓલટાઇમ હાઇને ક્રોસ કરવા પ્રયાસ કરે ત્યારે ત્યારે ઉછાળાની સાથે સાથે સેટબેક્સ આવતાં હોય છે. પરંતુ તે ઝડપી ઉછાળાની તૈયારી દર્શાવે છે. મંગળવારે સેન્સેક્સ 61058 પોઇન્ટની સપાટીએ ખૂલી ઉપરમાં 61290 પોઇન્ટ થઇ છેલ્લે ખુલ્યો હતો તેનાથી ઉપર એટલેકે 61121.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે આગલાં બંધી સરખામણીએ 374.76 પોઇન્ટનો સુધારો દર્શાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 133.20 પોઇન્ટના સંગીન સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહેવા સાથે છેલ્લે 18145.40 પોઇન્ટ બંધ રહ્યો હતો.
ઓટો ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ
Index | Open | High | Low | Current | Prev. | (pt) | (%) | 52WH | 52WL |
AUTO | 30907 | 30952 | 30529 | 30785 | 30719 | 66 | 0.22 | 30952 | 21083 |
બીએસઇ ખાતે આજે સતત બીજા દિવસે ઓટો ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે અન્ય સેક્ટોરલ્સ પૈકી હેલ્થકેર, આઇટી, મેટલ, પાવર, રિયાલ્ટી અને ટેકનોલોજી સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. જોકે, બેન્કેક્સ 0.11 ટકાના નોમિનલ ઘટાડા સાથે રહ્યો હતો.
BSE-TOP 5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
HIMATSEIDE | 103.50 | +10.90 | +11.77 |
POKARNA | 493.85 | +45.90 | +10.25 |
ITI | 115.05 | +9.20 | +8.69 |
RENUKA | 58.35 | +4.30 | +7.96 |
GODFRYPHLP | 1,593.20 | +109.70 | +7.39 |
BSE TOP-5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
INGERRAND | 2,093.95 | -95.10 | -4.34 |
DEEPAKFERT | 923.15 | -42.50 | -4.40 |
SWANENERGY | 211.05 | -15.40 | -6.80 |
TIMKEN | 2,828.05 | -169.90 | -5.67 |
KRBL | 384.70 | -15.30 | -3.83 |
સેન્સેક્સ સળંગ ચાર દિવસની સુધારાની ચાલમાં +1577 પોઇન્ટ
બીએસઇ સેન્સેક્સ છેલ્લા ચાર દિવસથી સુધારાની ચાલ નોંધાવવા સાથે 1577 પોઇન્ટ સુધર્યો છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 6.47 લાખ કરોડની વૃદ્ધિ થવા સાથે બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન 282.14 લાખ કરોડે પહોંચ્યું છે.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
વિગત | કુલ ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3582 | 1775 | 1673 |
સેન્સેક્સ | 30 | 26 | 4 |