અમદાવાદઃ શૂક્વારે ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગનો સપોર્ટ રહેતાં સેન્સેક્સમાં 355 પોઈન્ટ્સની રાહત રેલી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 17100ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 58,178.94 અને 57,503.90 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 355.06 પોઈન્ટ્સ વધીને 57,989.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,145.80 અને 16,958.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 114.45 પોઈન્ટ્સના સુધારા સાથે 17100.05 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી, મેટલ, આઇટી, ટેકનો, બેન્કમાં વેલ્યૂ બાઇંગ

રિયાલ્ટી, મેટલ, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને પાવર શેરોમાં વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું હતું. જ્યારે ઓટો, એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.29 ટકા અને 0.69 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાવચેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ363419931519
સેન્સેક્સ30219

TCSના સીઈઓ રાજેશ ગોપીનાથનનું રાજીનામું, કે કીર્તિવાસન સંભાળશે કમાન

ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને રાજીનામુ આપી દીધુ છે. તેઓ 20 વર્ષથી વધુ સમયથી ટીસીએસ સાથે જોડાયેલા હતા. બોર્ડે ગોપીનાથની જગ્યાએ કીર્તિવાસનને સીઈઓ ડેઝિગ્નેટેડ કર્યા છે. કીર્તિવાસન હાલમાં ટીસીએસમાં બેન્કિેગ ફાઈનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઈન્સ્યોરન્સ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ છે. તેઓ 34 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે.