DateOpenHighLowClose
5/01/247201772156.487178072026
8/1/2472113721827130171355
9/1/2471771720357130771386
10/1/2471383717347111171658
11/1/2471908719997154371721
12/1/2472148727217198272568

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ સતત ચોથા દિવસે સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખવા સાથે ભારતીય શેરબજારો નવી ઐતિહાસિક ટોચ હાંસલ કરી રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ શુક્રવારે સેન્સેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18 ટકા વધીને 72568.45 પર અને નિફ્ટી 247.30 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 21894.50 પર હતો.

શેરબજારોમાં સુધારા માટેના મહત્વના કારણો

  • ઇન્ડિયન ઇકોનોમિ સંગીન સ્થિતિ હોવાના અહેવાલો
  • ટીસીએસ વીપ્રો ઇન્ફોસિસ સહિતના પ્રોત્સાહક Q3 રિઝલ્ટ્સ
  • સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની સાથે એફપીઆઇની પણ ધૂમ ખરીદી
  • રિલાયન્સે 2750ના લેવલ નજીક ફરી લીધી તેજીની આગેવાની
  • સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000 સુધી સુધરવાનો મજબૂત આશાવાદ

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301911
બીએસઇ394220661787

ટેકનિકલી નિફ્ટી 22200 સુધી સુધરવાના ચાન્સિસ

ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ નોંધપાત્ર બ્રેકઆઉટ મેળવવા સાથે 21800 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. તેની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ 2620 અને 2726ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. આ બન્ને ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નિફ્ટી શોર્ટ રનમાં 22200 પોઇન્ટ ક્રોસ કરી શકે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર RSI એ પણ બાય ક્રોસઓવર દર્શાવે છે. જે બજારમાં તેજીના સેન્ટિમેન્ટને વધુ સમર્થન આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)