GSTમાં ફેરફાર બાદ સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી, નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ GSTમાં ફેરફાર પછી આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ સાથે 0.70% વધીને 81,100ને પાર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ સાથે 0.60% વધીને 24,860ને પાર ટ્રેડ કરી રહ્યો છે.
આજના બજારમાં સૌથી મોટો ઉછાળો ઓટો અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2%થી વધુ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. FMCG ઇન્ડેક્સ લગભગ 1.5% ઉપર છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ લગભગ 1% વધ્યો છે. બીજી તરફ MET ઇન્ડેક્સ 0.30%નો ઘટાડો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
