સેન્સેક્સ 718 પોઇન્ટના ગેપઅપથી ખૂલી ઇન્ટ્રા-ડે 1184 પોઇન્ટ અપ
સેન્સેક્સે 58000 અને નિફ્ટીએ 17200 પોઇન્ટની સપાટી ક્રોસ કરી
મંગળવારે સવારે બીએસઇ સેન્સેક્સ સીધો 718 પોઇન્ટના ગેપઅપથી ખુલી સવારે 10.04 કલાકે વધુ 1240 પોઇન્ટના બાઉન્સબેક સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો.
યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર વધારો મોકૂફ રાખ્યો હોવાની બજારમાં હવા ચાલી રહી છે. વધુમાં આરબીઆઇએ પણ નિર્દેશ આપ્યો છે કે, હમણાં વ્યાજદરમાં વધારો શક્ય નથી. તે જોતાં માર્કેટ તેને પોઝિટિવ લઇને સુધરે તેવી શક્યતા જણાય છે. સેન્સેક્સ પેકમાં ડો. રેડ્ડી અને પાવરગ્રીડમાં હળવા ઘટાડાને બાદ કરતાં તમામ જાતોમાં સુધારો રહ્યો હતો. તે પૈકી બેન્કિંગ- ફાઇનાન્સ અને આઇટી કંપનીઓના શેર્સ સુધારામાં મોખરે રહ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક 5.12 ટકા, બજાજ ફાઇ. 3.37 ટકા, ટીસીએસ 3.31 ટકા અને લાર્સન 3.04 ટકા સુધર્યા હતા. સવારે 10.07 કલાક સુધીમાં 3056 શેર્સમાં સોદા પડ્યા હતા. તે પૈકી 2403 સ્ક્રીપ્સમાં સુધારો અને 554માં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ ઇન્ટ્રા-ડે પોઝિટિવ રહી હતી.
કયા કયા સેક્ટોરલ્સમાં બે ટકાથી વધુ સુધારો
ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઇન્ડસ્ટ્રીયલ, આઇટી, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, મેટલ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં બે ટકા ઉપરાંત સુધારો નોંધાયો હતો.