શિપરોકેટ લિમિટેડે સેબી સમક્ષ UDRHP-I ફાઈલ કર્યું
અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈ-કોમર્સ ઈનેબલમેન્ટ પ્લેટફોર્મ શિપરોકેટ લિમિટેડે તેના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) માટે સેબી સમક્ષ UDRHP- I દાખલ કર્યું છે.
શિપરોકેટ એક એન્ડ-ટુ-એન્ડ એક નવા યુગની મર્ચન્ટ-ફર્સ્ટ અને એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ-આધારિત ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જેને ભારતના એમએસએમઈ તથા ડિજિટલ રિટેલર્સ માટે ઈ-કોમર્સ ટ્રાન્ઝેશનને સરળ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. શિપરોકેટ પ્લેટફોર્મ તે મર્ચન્ટ્સ માટે ઈ-કોમર્સને સરળ બનાવે છે,જે તેની વેબસાઈટ, એપ અથવા સોશિયલ મીડિયા ચેનલો મારફતે સીધા છેવટના ગ્રાહકોને સામાનનું વેચાણ કરે છે. શિપરોકેટ માટે અલગ-અલગ બિઝનેસ લાઈન લોજિસ્ટિક્સ, ચેકઆઉટ, પેમેન્ટ, ફૂલફિલમેન્ટ તથા ક્રોસ-બોર્ડર ટ્રેડને સરળ બનાવે છે, જેથી મર્ચન્ટ્સ ઓનલાઈન તથા ઓફલાઈન બન્ને પ્રકારની કુશળતા સાથે વધારે વ્યાપક પ્રમાણમાં વેચાણ કરી શકે છે. કંપની એક એસેટ-લાઈટ બિઝનેસ મોડલ પર કામ કરે છે, જેના સેન્ટરમાં એક સ્કેલેબલ ટેકનોલોજી પ્લેટફોર્મ છે, અને તેને ઈકોસિસ્ટમ પાર્ટનર્સના એક મોટા નેટવર્કને સપોર્ટ મળે છે. રેડસીરના અહેવાલ પ્રમાણે શિપરોકેટ નાણાકીય વર્ષ 2025માં ભારતમાં રજિસ્ટર્ડ સૌથી મોટી નવા યુગની એન્ડ-ટુ-એન્ડ હોરિઝોન્ટલ ઈ-કોમર્સ ઈનેબલમેન્ટ પ્લેટફોર્મ છે(સંચાલનમાંથી આવકની દ્રષ્ટિએ).
કુલ રૂપિયા 2,342.3 કરોડના ઈશ્યુ સાઈઝની ઓફરમાં રૂપિયા 1,100 કરોડના ઈક્વિટી શેરો ફ્રેશ ઈશ્યુ અને બાકીનો હિસ્સો શેરધારકો દ્વારા રૂપિયા 1,242.3 કરોડ સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા 10 છે.
ઈન્ડિયા લિમિટેડ (“NSE” બીએસઈ સાથે મળી, “સ્ટોક એક્સચેન્જ”) ખાતે લિસ્ટીંગની દરખાસ્ત છે.
કંપની જાહેર ભરણા મારફતે એકત્રિત થનારા ભંડોળના ઉદ્દેશો માટે ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે:
(i) શિપરોકેટના પ્લેટફોર્મની ગ્રોથમાં રોકાણ આ રીતે છે;
(એ) મુખ્યત્વે પોતાના ઈમર્જીંગ બિઝનેસ અને મુખ્ય બિઝનેસ માટે માર્કેટિંગ પહેલમાં રોકાણ; અને
(બી) ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓમાં રોકાણ મુખ્યત્વે પોતાના ઈમર્જીંગ બિઝનેસ અને કોર બિઝનેસ માટે કરવામાં આવશે.
(ii) કંપની દ્વારા લેવામાં આવેલ કેટલાક ઋણને પૂર્ણપણે અથવા આંશિક રીતે પરત ચુકવણી કરવા/આગોતરી ચુકવણી કરવા, જેના પર લાગતા વ્યાજની ચુકવણીનો પણ સમાવેશ થાય છે; અને
(iii) અનઆઈડેન્ટીફાઈન્ડ એક્વિઝીશન તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોના માધ્યમોથી ઈનઓર્ગેનિક ગ્રોથ માટે ભંડોળ પૂરું પાડવું
લીડ મેનેજર: એક્સિસ કેપિટલ લિમિટેડ, બોફા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, જેએમ ફાયનાન્શિયલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઈશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફ કરવામાં આવનાર ઈક્વિટી શેરોને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
