CREDAI અમદાવાદ ગાહેડ સાથે સંલગ્ન આ સંસ્થા SIRE દ્વારા લર્નિંગ આધારિત શિક્ષણ આપશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૌશલ્ય તાલીમ પૂરી પાડશે

અમદાવાદઃ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી ગ્રૂપ શિવાલિક દ્વારા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અનુભવલક્ષી આધારિત શિક્ષણ અને આ ક્ષેત્રમાં કૌશલ્ય તાલીમ આપવાના ઉદ્દેશથી શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ (SIRE)નો પ્રારંભ કર્યો છે.

શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચિત્રક શાહે કહ્યું કે, શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટની સ્થાપના સમકાલીન અને ભવિષ્યવાદી અભ્યાસક્રમો દ્વારા ઉચ્ચ પ્રભાવિત અનુભવલક્ષી શિક્ષણ આધારિત શિક્ષણ અને તાલીમ આપવાના વિઝન સાથે કરવામાં આવી છે. શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટમાં અમારું વિઝન કુશળ અને પ્રખર વ્યાવસાયિકોની નવી પેઢીનું સર્જન કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પરિવર્તન લાવવાનું છે.

શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે કહ્યું કે અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં રિયલ એસ્ટેટ શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. CREDAI અમદાવાદ ગાહેડ રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કૃષિ પછી બીજા નંબરનું સૌથી વધુ રોજગાર જનરેટર છે.

CREDAI અમદાવાદ ગાહેડના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ શરૂઆતમાં રિયલ એસ્ટેટમાં જર્ની ઓફ રિયલ એસ્ટેટ સર્ટિફિકેશન પ્રોગ્રામ ઓફર કરે છે.

42 દિવસના કોર્સમાં 11થી વધુ મોડ્યુલ્સનો કરાયો છે સમાવેશ

૪૨ દિવસના કોર્સમાં રિયલ એસ્ટેટનો પરિચય, આંત્રપ્રિન્યોરશિપ અને પ્રોજેક્ટ વીયાબીલીટી, લેન્ડ, રેવન્યુ અને GDCR નોર્મ્સ, પ્રોજેક્ટ પ્લાનિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ટેક્સ કમ્પ્લાયન્સ અને કેસ ફ્લો, સેલ્સ અને માર્કેટિંગ, લીગલ એન્ડ ડોક્યુમેન્ટેશન, એચઆર કોમ્પ્લિઅન્સ તેમજ પઝેશન અને બી.યુ સહીત ૧૧ મોડ્યુલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેક્ટરના સંખ્યાબંધ ટોચના નિષ્ણાતો આવશે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે

દિપાલી શાહે SIRE વિશે માહિતી આપતાં જણાવ્યું કે,ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા કેસ સ્ટડીઝ, સાઇટ વિઝિટ અને રોલ પ્લે સાથે સંપૂર્ણ ઑફલાઇન મોડમાં શીખવવામાં આવશે અને તેમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા ગેસ્ટ લેક્ચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોર્સ કન્સલ્ટન્ટ્સ રિયલ એસ્ટેટ સેલ્સ ચેનલ પાર્ટનર્સ, ડેવલોપર્સ, લિઆઈઝન્સ, સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ,  આર્ટ્સ એન્ડ કોમર્સ સ્ટુડન્ટ્સ, ડિઝાઇનર્સ, કન્સ્ટ્રક્શન કંપનીના એક્ઝિક્યુટિવ્સ, આર્કિટેક્ટ્સ, એડવોકેટ્સ, CA, અનુભવી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ્સ અને કોઈપણ કે જેઓ કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આદર્શ છે.