SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે
અમદાવાદ, 18 માર્ચઃ મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં લેતાં વિવિધ માર્ગદર્શિકા જારી કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ બજારની પ્રતિકૂળ સ્થિતિમાં તેમના ફંડ્સ લિક્વિડેટ કરી રહ્યા છે.
રૂ. 46044 કરોડની એયુએમ ધરાવતુ ટોચનું સ્મોલકેપ ફંડ નિપ્પોન ફંડ 13 દિવસમાં તેનું 25 ટકા હોલ્ડિંગ લિક્વિડેટ કરશે, જ્યારે 50 ટકા હોલ્ડિંગ 27 દિવસમાં વેચી હળવુ કરશે. HDFC સ્મોલ-કેપ ફંડ તેના 25 ટકા હોલ્ડિંગ લિક્વિડેટ કરવા માટે 21 દિવસ અને 50 ટકા હોલ્ડિંગ 42 દિવસમાં વેચશે. SBI સ્મોલ-કેપ ફંડ તેનું 25 ટકા હોલ્ડિંગ 30 દિવસમાં અને 50 ટકા હોલ્ડિંગ 60 દિવસમાં વેચશે.
એક્સિસ સ્મોલ-કેપ ફંડ તેના હોલ્ડિંગના 25 ટકા હિસ્સો 14 દિવસ અને 50 ટકા હિસ્સો 28 દિવસમાં લિક્વિડેટ કરશે. ક્વોન્ટ સ્મોલ-કેપ ફંડને તેના હોલ્ડિંગના 25 ટકા હોલ્ડિંગ 11 દિવસ અને 50 ટકા હિસ્સો 22 દિવસમાં વેચશે. કોટક સ્મોલ-કેપ ફંડ તેના હોલ્ડિંગના 25 ટકા હિસ્સો 17 દિવસમાં અને 50 ટકા હિસ્સો 33 દિવસમાં વેચશે.
HSBC સ્મોલ-કેપ ફંડને તેમના હોલ્ડિંગના 25 ટકા 7.25 દિવસમાં અને 50 ટકા 14.5 દિવસમાં લિક્વિડેટ કરશે. ડીએસપી સ્મોલ-કેપ ફંડ તેના હોલ્ડિંગના 25 ટકા હિસ્સો 16 દિવસ અને 50 ટકા લિક્વિડેટ કરવા 32 દિવસનો સમય લાગશે. ફ્રેન્કલિન ઈન્ડિયા સ્મોલકેપ કંપનીઓના ફંડમાંથી 6 25 ટકા હોલ્ડિંગ 6 દિવસમાં અને 50 ટકા હોલ્ડિંગ 12 દિવસમાં વેચશે. આ સિવાય કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડ 25 ટકા હોલ્ડિંગ 6.75 દિવસમાં અને 50 ટકા હોલ્ડિંગ 13.5 દિવસમાં વેચશે.