અમદાવાદ, 22 એપ્રિલઃ શેરબજારમાં ગત સપ્તાહે મોટા ઘટાડા નોંધાયા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ એક તબક્કે 689 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 22250નું લેવલ જાળવી આગેકૂચ કરી રહ્યો છે. સુધારા તરફી ટ્રેન્ડ વચ્ચે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે.

બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં Wipro, Larsen & Toubro, Ultratech Cement, Bajaj Finance, Axis Bank ટોપ ગેઈનર તરીકે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સમાં Bandhan Bank, Punjab National Bank, Axis Bank, IDFC First Bank, Federal Bank ટોપ ગેઈનર તરીકે, જ્યારે Au Small Finance Bank, HDFC Bankના શેર્સ ટોપ લુઝર્સ તરીકે કારોબાર થઈ રહ્યા છે.

219 શેર્સ પહોંચ્યા 52 વીક હાઈ લેવલે

ભારતી એરટેલ, આયશર મોટર્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યૂ એનર્જી, હિન્દુસ્તાન કોપર, વોલ્ટાસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મોતિલાલ ઓસ્વાલ, ટ્રેન્ટ, વોલ્ટાસ સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે.

વોડાફોન આઈડિયાના એફપીઓ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. એફપીઓ લોન્ચિંગ વચ્ચે વોડાફોન આઈડિયાનો શેર આજે ઘટાડે ખૂલ્યા બાદ 5.34 ટકા તૂટી 12.23ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. 1.16 વાગ્યે 4.57 ટકા ઘટાડે 12.33 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વોડાફોન આઈડિયાનો એફપીઓ બપોર સુધીમાં કુલ 1.21 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ માત્ર 50 ટકા અરજી કરી છે. જ્યારે ક્યુઆઈબી પોર્શન 1.63 ગણો, એનઆઈઆઈ 2.32 ગણો ભરાયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)