અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે.

આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી પ્રોજેક્ટ મેળવ્યો હોવાની જાહેરાતના પગલે છે. કંપનીએ તેના એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાહેરાત કરતાં જ વહેલી સવારના સોદામાં જેન્સોલ એન્જિનિયરિંગના શેરોએ ખરીદીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રોજેક્ટની કિંમત ₹520 કરોડ છે.

મહારાષ્ટ્ર રાજ્યની અગ્રણી પાવર જનરેશન યુટિલિટી તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો ટર્નકી EPC ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટનું ઓર્ડર મૂલ્ય INR 520,00,00,000 (માત્ર ભારતીય રૂપિયા પાંચ વીસ કરોડ), કર સહિત આંકવામાં આવ્યું છે.” શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ મજબૂત Q4 પરિણામ આપે તેવી અપેક્ષા છે કારણ કે કંપની તેના સૌર ઊર્જા વ્યવસાય માટે શ્રેણીબદ્ધ ઓર્ડર મેળવી રહી છે. કંપની EV ચાર્જિંગ સોલ્યુશન બિઝનેસમાં પણ હાજરી ધરાવે છે અને કંપની દિલ્હી-NCRમાં થ્રી-વ્હીલર EV વાહન લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે. તેથી, જેન્સોલ એન્જિનિયરિંગ શેર્સ પર બજારમાં ખૂબ જ તેજી છે.

જેન્સોલ એન્જિનિયરિંગનો શેર 20 ફેબ્રુઆરી, 2024ના રોજ 1377.10ની રેકોર્ડ 52 વીક હાઈ સપાટી બનાવ્યા બાદ સતત ઘટ્યો હતો. જો કે, આ સપ્તાહમાં તેમાં બાઉન્સ બેક જોવા મળ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે કે, જેન્સોલ એન્જિનિયરિંગના શેરની કિંમત લગભગ ₹750 થી ₹760ના સ્તરે બોટમ બનાવ્યા પછી બાઉન્સ બેક થઈ છે અને સતત છેલ્લા ચાર સેશનમાં અપર સર્કિટ સાથે ઉછાળો નોંધાવી રહી છે.

જેન્સોલ એન્જિનિયરિંગના શેરધારકોને નિષ્ણાતે શેર હોલ્ડ કરવા સલાહ આપી છે, ટૂંકાગાળામાં તે રૂ. 1020 સુધી વધવાનો આશાવાદ છે. જેન્સોલ એન્જિનિયરિંગના શેરના ભાવમાં તેજીને ધ્યાનમાં રાખતાં પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, “કંપનીના સોલાર એનર્જી ડિવિઝન પાસે મજબૂત ઓર્ડર બુક છે કારણ કે તે ઓઇલ મેન્યુફેક્ચરિંગ PSU સહિતની વિવિધ કંપનીઓ પાસેથી નવા ઓર્ડર મેળવી રહી છે. કંપની નવા પ્રોજેક્ટ્સ પણ શરૂ કરી રહી છે. તેથી, બજાર આગામી Q4FY24 માં સૌર ઊર્જા વિભાગ પાસેથી વધુ સારા ત્રિમાસિક આંકડાઓની અપેક્ષા રાખે છે.” જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ EV ચાર્જિંગ સોલ્યુશન બિઝનેસમાં પણ મજબૂત હાજરી ધરાવે છે. કંપનીએ તાજેતરમાં દિલ્હી-NCRમાં થ્રી-વ્હીલર EV વાહન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ EV વાહનોના લોન્ચિંગ પછી દરરોજ આવા 500 થ્રી-વ્હીલર EV વાહનોનું વેચાણ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)