અમદાવાદ, 2 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ આજે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. આજે 149 શેર્સ વર્ષની ટોચે અને 15 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 431 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 133 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ સાથે 2600 શેરો સુધારા તરફી અને 1036 શેરો ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.

અદાણી પાવરમાં રિલાયન્સ દ્વારા હિસ્સો ખરીદવાની જાહેરાતની અસર આજે પણ જોવા મળી છે. અદાણી પાવરનો શેર આજે ફરી પાંચ ટકા અપર સર્કિટ સાથે 588.35ના સ્તરે પહોંચ્યો છે. જે તેની વાર્ષિક ટોચ 589.30ની નજીક છે. સવારે બીએસઈ ખાતે 574.05ના સ્તરે ખૂલ્યા બાદ તુરંત અપર સર્કિટ વાગી હતી. તદુપરાંત અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ આજે વર્ષની નવી ટોચ નોંધાવી છે.

બજાજ ઓટો, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટ્રુબો, જિંદાલ સ્ટીલ, ટાટા કોમ્યુનિકેશન્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિતના શેરો આજે 52 વીક હાઈ થયા છે. આઈટી અને ટેક્નો શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી આવતીકાલે શરૂ થવા જઈ રહી છે. નિષ્ણાતોને વ્યાજદરો જળવાઈ રહેવાનો આશાવાદ છે.

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલનો શેર 17 ટકા ઉછળ્યો

આદિત્ય બિરલા ફેશને તેની મદુરા ફેશન બિઝનેસ ડિમર્જર કરવા અંગે કામગીરી શરૂ કરી હોવાના અહેવાલોના પગલે આદિત્ય બિરલાનો શેર આજે 16.86 ટકા ઉછળી 247.40ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. 12.11 વાગ્યે 12.23 ટકા ઉછાળા સાથે 237.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રસ્તાવિત ડીમર્જર બે અલગ લિસ્ટેડ કંપનીઓને અલગ મૂડી માળખાં અને સમાંતર મૂલ્ય નિર્માણની તકો સાથે સ્વતંત્ર ગ્રોથ એન્જિન બનાવવા માટે સક્ષમ બનાવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)