Stock Watch: એચડીએફસી બેન્ક ગ્રુપને 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી મળતાં Yes Bankનો શેર 13 ટકા ઉછળ્યો
અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યસ બેન્કનો શેર આજે 13 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. યસ બેન્કનો શેર એનએસઈ ખાતે 13 ટકા સુધી ઉછળી 25.70ની ઈન્ટ્રા ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 25.68ની ઈન્ટ્રા ડે ટોચ નોંધાવી 52 વીક હાઈ લેવલની નજીક પહોંચ્યો હતો.
યસ બેન્કનો શેર 1.27 વાગ્યે 10.83 ટકા ઉછાળા સાથે 25.27 પર કારોબાર થઈ રહ્યો હતો. યસ બેન્કના શેરમાં ઉછાળા પાછળનું કારણ એચડીએફસી બેન્ક ગ્રુપને આરબીઆઈ દ્વારા યસ બેન્કનો 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી છે. આ મંજૂરી એક વર્ષ માટે માન્ય છે. જો એચડીએફસી બેન્ક ગ્રુપ એક્વિઝિશન કરવામાં નિષ્ફળ રહી તો ફરી મંજૂરી લેવી પડશે.
એચડીએફસી બેન્કે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈન્ડસઈન્ડ બેન્ક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને બંધન બેન્કમાં 9.5 ટકા હિસ્સો હસ્તગત કરવા એચડીએફસી બેન્કને મંજૂરી આપી છે. એચડીએફસી એએમસી, HDFC Ergo, અને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા રોકાણ કરવામાં આવશે.
યસ બેન્કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 231.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 51.5 કરોડ સામે 349.7 ટકા ઉછાળો દર્શાવે છે. કાર્યકારી નફો પણ 5.4 ટકા વધી રૂ. 864 કરોડ નોંધાયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)