Stocks To buy this Week: REC, Zomato, BOI, BSE સહિતના શેરો ખરીદવા નિષ્ણાતોની સલાહ
અમદાવાદ, 8 જાન્યુઆરીઃ Stock Market Live: સેન્સેક્સ અને નિફ્ટીએ આ સપ્તાહની શરૂઆત ફ્લેટ ટુ નેગેટિવ કરી રહી છે. સેન્સેક્સ 1.25 વાગ્યે 418 પોઈન્ટ અને નિફ્ટી 125 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, સ્ટોક સ્પેસિફિક ચાલ બુલિશ જણાઈ રહી છે. કુલ ટ્રેડેડ 4024 સ્ક્રિપ્સ પૈકી 2001 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 1895 રેડ ઝોનમાં કારોબાર થવા સાથે 464 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી છે. જ્યારે માત્ર 10 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી છે. તદુપરાંત 503 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 182 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ જોવા મળી રહી છે. જે માર્કેટ બ્રેડ્થ એકંદરે પોઝિટીવ હોવાનું દર્શાવે છે.
એનર્જી, કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં આજે તેજી જોવા મળી છે. પરિણામે આ સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. જો કે, બીએસઈ સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 8 સ્ક્રિપ્સમાં જ નજીવો 0.97 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. અન્ય 22 સ્ટોક્સ 1.87 ટકા સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, હાલ માર્કેટમાં ડીઆઈઆઈ દ્વારા મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતા માર્કેટ બુલિશ જણાય છે. લાંબાગાળાના રોકાણકારોએ નીચા ભાવે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બેન્કિંગ શેરો ખરીદવા સલાહ છે.
ટોચના બ્રોકરેજ હાઉસે આ સપ્તાહે કેટલાક શેરોમાં રોકાણ કરવા સલાહ આપી છે. જે આગામી 2 કે 3 સપ્તાહમાં વધવાની શક્યતા છે. જેમાં BSEનો શેર રૂ. 2600ના ટાર્ગેટ સાથે ખરીદવા પ્રભુધર લીલાધર બ્રોકરેજ હાઉસે સલાહ આપી છે. જેનો સ્ટોપલોસ રૂ. 2130 નિર્ધારિત કર્યો છે.
Uno Minda
ખરીદો 703-689
ટાર્ગેટ 768-800
સ્ટોપલોસ 660
Zomato
ખરીદો 133-130
ટાર્ગેટ 150-155
સ્ટોપલોસ 122
CAMS
ખરીદો 2750-2696
ટાર્ગેટ 2945-3050
સ્ટોપલોસ 2613
Amara Raja Energy & Mobility
ટાર્ગેટ 925
સ્ટોપલોસ 790
Bank Of India
ટાર્ગેટ 135
સ્ટોપલોસ 108
REC
ટાર્ગેટ 475
સ્ટોપલોસ 395
Aether Industries
ટાર્ગેટ 1015
સ્ટોપલોસ 832
Borosil Renewables
ટાર્ગેટ 530
સ્ટોપલોસ 445
HLE Glascoat
ટાર્ગેટ 625
સ્ટોપલોસ 530
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)