અમદાવાદ, 18 માર્ચઃ બ્લૂમબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગે રિપોર્ટ જારી કર્યો છે કે, અમેરિકી સરકારે જોડાણ માટે લાંચ આપવામાં આવી હોવાના શંકાના આધારે તપાસ હાથ ધરી છે. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4.99% તૂટ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ અદાણી વિલમર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ 3થી 4 ટકા સુધી તૂટ્યો હતો.

બ્લૂમબર્ગે 15 માર્ચે રિપોર્ટ જારી કર્યો હતો કે, અમેરિકી સરકાર અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીએ એનર્જી પ્રોજેક્ટ્સના પ્રેફરેન્શિયલ ટ્રીટમેન્ટ માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હોવામાં સંડોવાયેલા હોવાની શંકા દર્શાવી છે. ન્યૂયોર્કની પૂર્વીય જિલ્લા માટેની યુએસ એટર્ની ઓફિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ફ્રોડ યુનિટે આ મામલે તપાસ હાથ ધરી છે. તપાસમાં ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડની સંડોવણી મામલે તપાસ કરી રહી છે. અદાણી ગ્રૂપે એક ઈમેલમાં જણાવ્યું હતું કે, “અમને અમારા ચેરમેન વિરુદ્ધ કોઈ તપાસની જાણ નથી. અમારી કંપની વિરૂદ્ધ પણ કોઈ તપાસ હાથ ધરાઈ નથી.

અદાણી ગ્રુપના શેરોની સ્થિતિ

સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડો
ACC2,440.50-2.51%
ADANI ENERGY1,014.80-2.86%
ADANI ENTERPRISES3,096.15-1.16%
ADANI GREEN1,865.10-1.93%
ADANI PORTS & SEZ1,260.05-1.76%
ADANI POWER524.80-1.24%
ADANI TOTAL GAS957.75-3.34%
ADANI WILMAR338.00-1.87%
AMBUJA CEMENT583.50-2.95%

ગતવર્ષે અમેરિકાની શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી પર શેરોની હેરાફેરી અને બજારમાં સટ્ટાકીય ધોરણે તેજી સર્જવાનો આરોપ મૂક્યો હતો. જેના પગલે અદાણીના શેરો અને ગૌતમ અદાણીની નેટવર્થમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જો કે, થોડા સમય પહેલાં જ સેબીએ આ અંગે સ્પષ્ટતા આપી હિન્ડેનબર્ગના તમામ આરોપો ફગાવી અદાણી ગ્રુપને ક્લિનચીટ આપી હતી.

અદાણી ભારતમાં બંદરો, એરપોર્ટ્સ, પાવર લાઇન્સ અને હાઇવે કોન્ટ્રાક્ટ્સ સાથે વિશાળ કોર્પોરેટ ફૂટપ્રિન્ટ ધરાવે છે. વડા પ્રધાન મોદીની ગૌતમ અદાણી સાથેની નિકટતા બંને પક્ષો દ્વારા રાજકીય પ્રચારમાં એક મોટો મુદ્દો બની ગયો છે, જેઓ અદાણી ગ્રુપ જેવા મોટા બિઝનેસને ‘રાષ્ટ્રીય ચેમ્પિયન’ તરીકે જુએ છે. અદાણી ગ્રુપની કંપનીઓ સતત નવા ઓર્ડર્સ અને વિસ્તરણની મદદથી ગ્રોથ કરી રહી છે. અદાણીના શેરોએ 2022ના અંત સુધી રોકાણકારોને બમણાથી વધુ રિટર્ન આપ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)