નવીટાસ સોલાર, સસ્ટેનેબલ ઈક્વિટી અને કોલ્બી સોલાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી
અમદાવાદ, તા.31 ઓગષ્ટ: નવીટાસ સોલાર, સસ્ટેનેબલ ઈક્વિટી અને કોલ્બી સોલાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરાઇ છે. આ પ્રસંગે કોલ્બી સોલારના લોઈડ વીને જણાવ્યું કે, અમેરિકામાં સોલાર સેક્ટરના ઉજળા ભાવિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરના વિવિધ લીડરશીપ ઈનિશ્યેટીવ હાથ ધરવામાં આવ્યા છે. બજારનું વર્તમાન વાતાવરણ હંમેશ કરતાં સારૂં છે. આનું એક ઉદાહરણ સ્ટેટ ઓફ ઈલિનોઈસની પાયોનિયરિંગ ક્લિન એનર્જી જોબ એક્ટ (CEJA) અંગેનો છે. આ ક્રાંતિકારી પ્રયાસ ગ્રીનર અને વધુ પર્યાવરણલક્ષી ભાવિ તરફ લઈ જાય છે અને ઈલિનોઈસમાં રિન્યુએબલ સ્રોતો અને પર્યાવરણલક્ષી સમાવેશીતા સાથે જોડીને કંપનીઓમાં મજબૂત વર્કફોર્સ વિકસાવવાના પ્રયાસો વર્તાઈ રહ્યા છે. ” CEJA કાયદો, સ્વચ્છ ઉર્જા, નવીનીકરણીય સંસાધનો અને પર્યાવરણીય સમાનતા અને સમાવેશને આગળ વધારવા માટેના વ્યાપક અભિગમ સાથે, સ્વચ્છ ઊર્જા અને નવીન ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે અમારા મુખ્ય મૂલ્યો અને પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે. આ સાનુકૂળ સંજોગો અમારી નવીટાસ સોલાર સાથેની નવી વ્યૂહાત્મક ભાગીદારી જેવા નવા બિઝનેસ જોડાણો માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરી રહ્યા છે. તેમ સસ્ટેનેબલ ઈક્વિટીના હેડ ઓફ ઈમ્પેક્ટ એન્ડ સસ્ટેનેબિલીટી બાયરન ડીલીયરે જણાવ્યું હતું. અમે કોલ્બી મારફતે નવીટાસ યુએસએને રજૂ કરતાં ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. અમેરિકાની પ્રથમ અશ્વેત માલિકી ધરાવતી સોલાર મેન્યુફેક્ચરીંગ કંપની 1.2 ગીગાવોટની સંચાલન કામગીરી ધરાવે છે અને થોડાંક વર્ષમાં 10 ગીગાવોટ સુધી પહોંચી જશે.
ભારતના સોલાર એનર્જી કંપની નવીટાસ સોલારે 13 ફેબ્રુઆરી, 2013થી પ્રારંભ કરીને પોતાની કામગીરી આગળ ધપાવી રહી છે. નવીટાસ સોલારના સહસ્થાપક અને ડિરેક્ટર વિનીત મિત્તલ જણાવે છે કે વર્ષ 2014માં જમીન સંપાદન અને અમારૂં સમર્પિત મોડ્યુલ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કર્યું હતું. વર્ષ 2015 સુધીમાં અમે 75 મેગાવોટની પ્રારંભિક ક્ષમતાથી શરૂ કરીને અમારી ઈપીસી ઓફિસ પૂના ખાતે શરૂ કરી છે. અમારૂં મેન્યુફેક્ચરીંગ વિસ્તરીને વાર્ષિક 1.7 ગીગાવોટ મોડ્યુલ પ્રોડક્શન ક્ષમતા સુધી પહોંચ્યુ છે. અને આગામી 5 વર્ષમાં તે વાર્ષિક 5 ગીગાવોટની ક્ષમતા સુધી પહોંચશે.