મુંબઇ, 25 એપ્રિલઃ

ફૂડ ટેક જાયન્ટ સ્વિગીને તેના શેરધારકોએ  $1.2-બિલિયન (આશરે રૂ. 11100 કરોડ)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી આપી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.  બેંગલુરુ સ્થિત કંપની તાજા ઈશ્યુ દ્વારા રૂ. 3,750 કરોડ (લગભગ $450 મિલિયન) અને ઓફર-ફોર-સેલ (OFS) મારફત રૂ. 6,664 કરોડ (લગભગ $800 મિલિયન) સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે, તે ઉપરાંત કંપની એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 750 કરોડ એકત્ર કરવાની પણ યોજના ધરાવે છે.

પ્રોસુસ જેવા રોકાણકારો, જે સ્વિગીમાં આશરે 32 ટકા હિસ્સો ધરાવે છે, તેઓ IPO-બાઉન્ડ  શેર વેચવાની દરખાસ્ત ધરાવતા હોવાનું સૂત્રો જણાવે છે. તે તેના શેરહોલ્ડિંગને 25 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખશે. અન્ય શેરધારકોમાં સોફ્ટબેંક (8 ટકા), એક્સેલ (6.2 ટકા), સ્થાપક જૂથ (6.7 ટકા), એલિવેશન કેપિટલ (4.4 ટકા), નોર્વેસ્ટ, ટેન્સેન્ટ, ડીએસટી ગ્લોબલ, આલ્ફા વેવ, Tracxn કંપનીમાં અન્ય રોકાણકારો છે.

ઉલ્લેખનીય છે કે, સ્વિગીએ ડિસેમ્બર 2023 સુધીના નવ મહિના માટે $207 મિલિયનની ખોટ નોંધાવી હતી. કંપનીની આવકો $1.02 બિલિયનની નોંધાઇ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)