મુંબઈ, 23 જૂન: ટાટા એઆઈએ લાઇફ ઇનશ્યોરન્સે બે નવા ફંડ્સ લોન્ચ કર્યા હોવાની જાહેરાત કરી છે.  તેમાં  ટાટા એઆઈએ ટોપ 200 આલ્ફા 30 ઈન્ડેક્સ ફંડ અને ટાટા એઆઈએ ટોપ 200 આલ્ફા 30 ઈન્ડેક્સ પેન્શન ફંડનો સમાવેશ થાય છે. આ ફંડ્સનો એનએફઓ 23 જૂનથી ખુલશે અને ન્યૂ ફંડ ઑફર (NFO) જે 30 જૂનસુધી ચાલશે તે સમયગાળા દરમિયાન રૂ. 10 પ્રતિ યુનિટની કિંમત પર ઉપલબ્ધ રહેશે. રોકાણ ટાટા એઆઈએ લાઇફ ઇનશ્યોરન્સના યુનિટ લિંક્ડ ઇનશ્યોરન્સ પ્લાન્સ (ULIPs) દ્વારા કરવામાં આવશે.

ટાટા એઆઈએ ટોપ 200 આલ્ફા 30 ઈન્ડેક્સ ફંડ અને ટાટા એઆઈએ ટોપ 200 આલ્ફા 30 પેન્શન ફંડ ખાસ કરીને આવા ટ્રેન્ડ્સનો લાભ લેવા માટે વ્યૂહાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને યોગ્ય કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ્સ પરફોર્મન્સ, પ્રોટેક્શન અને ગ્રોથનું સંપૂર્ણ સંયોજન આપે છે.

ટાટા એઆઈએ લાઇફ ઇનશ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પટેલ કહે છે, ‘ભારત એક ટ્રાન્સફોર્મેટિવ અને અનેક દાયકાઓ સુધી ચાલનારી આર્થિક વૃદ્ધિના પડાવ પર ઊભું છે.

ફંડ્સની મુખ્ય વિગતો:

  •  રોકાણનો ઉદ્દેશ્ય: હાઈ-આલ્ફા શેર્સમાં રોકાણ દ્વારા લાંબા ગાળાનું સંપત્તિ સર્જન
  •  બેન્ચમાર્ક: નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સ
  •  એસેટ એલોકેશન: ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સાધનોમાં 80%-100%, રોકડ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં 0%-20%