અમદાવાદ, 17 સપ્ટેમ્બર: વપરાશમાં વધારો, ખર્ચપાત્ર આવકમાં વૃદ્ધિ તેમજ નીચા વ્યાજના દરોને પગલે વધતી માગના કારણે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે. જેને ધ્યાનમાં લેતાં દેશની અગ્રણી કંપનીઓ- ક્ષેત્રના અગ્રણીઓ આ ઉભરતી તકોનો લાભ લેવા અને અર્થવ્યવસ્થાના ભવિષ્યને આકાર આપવા માટે સજજ છે. વિવિધ ઉત્પાદન શ્રેણીઓમાં GST દરોમાં અપેક્ષિત ઘટાડાના કારણે આ કંપનીઓ માત્ર આર્થિક વિકાસને વેગ જ નહીં, પરંતુ રોકાણકારોને લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવા માટે નોંધપાત્ર તક પણ આપે છે.

આ તક ઝડપી લેવાનું વચન આપતાં ભારતની વિશ્વસનીય જીવન વીમા પ્રદાતા ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA)એ બે નવા ફંડ્સ રજૂ કર્યા છે. જે રોકાણકારોને જીવન વીમા સુરક્ષા સાથે પરિવારજનોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરતાં ભારતના દિગ્ગજ ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક આપે છે.

  • ટાટા AIA સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ ફંડઃ સંબંધિત ક્ષેત્રમાં અગ્રણી હોય તેવી ભારતની ટોચની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી કંપનીમાં રોકાણ, જે લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવાની તક આપે છે.
  • ટાટા AIA સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ પેન્શન ફંડઃ ટાટા એઆઈએના યુનિટ લિંક્ડ પેન્શન સોલ્યુશન્સ મારફત ઉપલબ્ધ આ ફંડ ગ્રાહકોને ક્ષેત્રમાં અગ્રણી કંપનીમાં સિસ્ટેમેટિક રોકાણ સુવિધા પ્રદાન કરતાં નિવૃત્તિ માટે ફંડ એકત્ર કરવામાં મદદરૂપ બને છે.

બંને NFO યુનિટ દીઠ રૂ. 10ની પ્રારંભિક કિંમત પર સબ્સ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ થશે. જેમાં 22 સપ્ટેમ્બર, 2025 સુધી રોકાણ કરી શકાશે. વધુમાં 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જીએસટીના નવા ધોરણો લાગુ થતા હોવાથી આ એનએફઓમાં જીએસટીના ચાર્જમાંથી મુક્તિ મળશે.

રોકાણકારો ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સની યુનિટ લિંક્ડ સોલ્યુશન્સ મારફત રોકાણ કરી શકશે. જે લાઈફ ઈન્સ્યોરન્સ કવરેજ અને લાંબાગાળાની સંપત્તિ સર્જનના સંયુક્ત લાભો પ્રદાન કરે છે.

ફંડ્સની મુખ્ય વિશેષતાઓ

  • રોકાણ ઉદ્દેશઃ સેક્ટર લીડર્સ ઇન્ડેક્સ સાથે જોડાયેલા શેર્સમાં રોકાણ કરી લાંબાગાળાનું મૂડી સર્જન
  • બેન્ચમાર્ક: બીએસઈ ઇન્ડિયા સેક્ટર લીડર્સ કસ્ટમાઇઝ્ડ ઇન્ડેક્સ
  • સંપત્તિ ફાળવણી: 80%થી 100% ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ; 0%થી 20% રોકડ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ
Last 5 Years Returns* (CAGR)
Tata AIA FundsFund Return (%) *Benchmark Return (%) *
Multi Cap Fund28.27%19.31%
Top 200 Fund29.07%19.31%
India Consumption Fund27.79%19.31%

*31 જુલાઈ, 2025ના રોજનો ડેટા. ભૂતકાળનું પર્ફોર્મન્સ ભવિષ્યના પર્ફોર્મન્સ માટે સૂચક નથી.

ફંડ બેન્ચમાર્કઃ મલ્ટી કેપ ફંડ – S&P BSE 200; ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડ – S&P BSE 200; ટોપ 200 ફંડ – S&P BSE 200. SFINN: મલ્ટી કેપ ફંડ – ULIF 060 15/07/14 MCF 110; ટોપ 200 ફંડ – ULIF 027 12/01/09 ITT 110; ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડ – ULIF 061 15/07/114 ICF 110.

શરૂ થયાની તારીખઃ ટોપ 200 ફંડ: 12 જાન્યુઆરી 2009, મલ્ટી કેપ ફંડ: 05 ઓક્ટોબર 2015, ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડ: 05 ઓક્ટોબર 2015. આ સોલ્યુશનમાં અન્ય ફંડ પણ ઉપલબ્ધ છે.

આ ફંડ્સ ટાટા AIA ULIP સોલ્યુશન્સ જેમ કે ટાટા એઆઈએ સ્માર્ટ ફોર્ચ્યુન પ્લસ, ટાટા એઆઈએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા પ્રો, ટાટા એઆઈએ iSIP, ટાટા એઆઈએ સ્માર્ટ SIP, ટાટા એઆઈએ કેપિટલ ગેરંટી સોલ્યુશન, ટાટા એઆઈએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા ફ્લેક્સી અને ટાટા એઆઈએ સ્માર્ટ પેન્શન સિક્યોર સાથે ઉપલબ્ધ રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)