TATA GROUP, GOOGLE INDIA અને INFOSYS ભારતની એમ્પ્લોયર બ્રાન્ડ્સ તરીકે ઊભરી
અમદાવાદ, 24 જુલાઈ: ટાટા ગ્રુપ આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઊભરી આવ્યું છે એમ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (REBR) 2025 માં જણાયું છે. દર વર્ષે વિશ્વભરમાં હાથ ધરવામાં આવતો આ સૌથી વ્યાપક, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ છે.
ટાટા ગ્રુપે નાણાંકીય સ્થિતિ કારકિર્દીમાં પ્રગતિની તકો અને પ્રતિષ્ઠાની બાબતે ખૂબ જ ઊંચો સ્કોર મેળવ્યો હતો. સર્વે મુજબ સંસ્થા માટે આ ટોચના 3 એમ્પ્લોઇ વેલ્યુ પ્રપોઝિશન (ઇવીપી) ચાલકબળો છે જેણે બ્રાન્ડને વિજેતા બનવામાં મદદ કરી હતી. ગૂગલ ઈન્ડિયા આ વર્ષે રેન્કિંગમાં આગળ વધીને રનર અપ તરીકે ઊભરી આવી હતી અને તેના પછી ઇન્ફોસિસે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષના રિપોર્ટના તારણોની બીજી મુખ્ય ખાસિયતો એ વાસ્તવિકતા છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચની 10 એમ્પ્લોયર બ્રાન્ડ્સના લિસ્ટમાં પ્રવેશી છે જે જાહેર ક્ષેત્રની એકમાત્ર ભારતીય બહુરાષ્ટ્રીય બેંક છે.
ભારતમાં તેની 15મી એડિશન સાથે અને વિશ્વભરમાં 25મી એડિશન સાથે આરઈબીઆર રિપોર્ટ ટેલેન્ટ કમ્યૂનિટીની બદલાતી પ્રાથમિકતાઓમાં વિસ્તૃત ડોકિયું કરે છે. ભારતમાં 3,500થી વધુ ઉત્તરદાતાઓ સહિતના 34 બજારોમાં 1,70,000થી વધુ ઉત્તરદાતાઓથી મળેલી આંતરદ્રષ્ટિને આધારે અભ્યાસમાં જણાવાયું છે કે આજની પ્રતિભા માત્ર પગારના ચેક સિવાય પણ બીજી બાબતોની અપેક્ષા રાખે છે. તેઓ સમાવેશક, ભવિષ્ય પર ધ્યાન આપતા વર્કપ્લેસીસ ઇચ્છે છે જે વ્યક્તિગત અને વ્યવસાયિક વૃદ્ધિ બંનેને ટેકો આપે.
2025ના પહેલા ભાગમાં 47 ટકા ભારતીય કર્મચારીઓએ નોકરી બદલવાની યોજના બનાવી હતી, જેમાં જેન ઝી (51 ટકા) અને મિલેનિયલ્સ (50 ટકા) બંને એમ્પ્લોયર્સ બદલવાનો મજબૂત ઇરાદો દર્શાવ્યો હતો.
AI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. 61 ટકા ભારતીય કર્મચારીઓ હવે તેનો નિયમિત ઉપયોગ કરે છે. મિલેનિયલ્સ સૌથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે, જે પાછલા વર્ષ કરતા 13 ટકા વધુ છે. એઆઈની અસરની અપેક્ષા ઊંચી રહે છે. 38 ટકા કર્મચારીઓ માને છે કે એઆઈ તેમના કામ પર નોંધપાત્ર અસર કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
