TATA POWER રિન્યુએબલ અને BANK OF BARODA વચ્ચે MSME તથા C&I ગ્રાહકોને સ્વચ્છ ઊર્જા માટે MoU કર્યાં
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ટાટા પાવર કંપની લિમિટેડ (TATA POWER)ની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) ભારતની જાહેર ક્ષેત્રની એક અગ્રણી બેંક, બેંક ઑફ બરોડા સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુ હેઠળ સોલર ઊર્જાનો વિકલ્પ અપનાવનાર એમએસએમઈ તેમજ કોમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને લોનની સુવિધ મળી રહેશે.
TPREL અથવા તેના ઑથોરાઈઝ ભાગીદાર મારફત સોલર સાધનો મેળવીને 10 મેગાવૉટ સુધીના પ્લાન્ટ સ્થાપવા માગે તેમને બેંક ઑફ બરોડા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. આ પહેલનો આશય MSME તથા C&I ગ્રાહકોને વધુ સરળતા માટે, તેમનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે તેમજ આ દિશામાં દેશના લક્ષ્યાંક સિદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપવા સ્વચ્છ ઊર્જા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ફાઈનાન્સની આ યોજનામાં ઘણા લાભ છે, જેમ કે- 7.75% નો પ્રારંભિક વ્યાદજર, CGTMSE કવરેજ હેઠળ રૂપિયા 10 કરોડ સુધી જામીનગીરી-મુક્ત લોન, 120 મહિના સુધી ફ્લેક્સિબલ રિપેન્ટ શરતો, સમગ્ર ભારતમાં ફાઈનાન્સ કવરેજ, ઘટાડેલી માર્જિન જરૂરિયાતો (20% થી શરૂ) તથા રાહતદરે પ્રોસેસિંગ ફી વગેરેનો સમાવેશ થાય છે.
ઑગસ્ટ 2025 સુધીમાં TPREL દ્વારા 2.49 લાખ રૂફટોપ ઈન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે જેના દ્વારા કુલ 3.6 ગીગાવૉટ સોલર ઊર્જાનું ઉત્પાદન થશે. સી એન્ડ આઈ ક્ષેત્રમાં TPREL દ્વારા હોસ્પિટાલિટી, ઑટોમોટિવ, એવિએશન, શિક્ષણ, HVAC, કેમિકલ, સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ તથા ટેક્સટાઈલ જેવાં વિવિધ ક્ષેત્રોના ગ્રાહકોને સેવા આપવામાં આવી છે.
દેશ 2030 સુધીમાં 500 ગીગાવૉટ સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે ત્યારે આ MOU ભારતની રિન્યુએબલ ઊર્જાની પ્રગતિના માર્ગમાં TPRELની અગ્રીમ ભૂમિકા સુનિશ્ચિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
