ટીસીએસની છેલ્લા છ વર્ષમાં શેર બાયબેક

વર્ષપ્રિમિયમબાયબેક ઓફર
201718 ટકારૂ. 16000 કરોડ
201818 ટકારૂ. 16000 કરોડ
202010 ટકારૂ. 16000 કરોડ
202217 ટકારૂ. 18000 કરોડ

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ આજે શેર બાયબેક કરવાની જાહેરાત કરવા જઈ રહી છે. જેને લઈને શેરબજારમાં આજે ટીસીએસના શેર ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં. ટીસીએસનો શેર 3664ની ઈન્ટ્રા ડે હાઈએ ખૂલ્યા બાદ 2.25 વાગ્યે 0.25 ટકા ઘટાડે 3620ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

TCS એ 2017માં પ્રથમ વખત તેના શેર બાયબેક કર્યા હતા. કંપનીએ ફેબ્રુઆરી 2017માં તે સમયની બજાર કિંમત પર 18 ટકા પ્રીમિયમે રૂ. 16,000 કરોડના શેર બાયબેક કર્યા હતા. બાદ, જૂન-2018 અને ઑક્ટોબર- 2020માં અનુક્રમે 18 અને 10 ટકા પ્રીમિયમે રૂ. 16,000 કરોડની બે શેર બાયબેક ઓફર કરી હતી. જાન્યુઆરી, 20222માં 17 ટકા પ્રીમિયમ પર રૂ. 18,000 કરોડના શેર ખરીદવાનું નક્કી કર્યું હતું.

શેર બાયબેકનો હેતુ કંપનીને તેના શેર્સનું પ્રમાણ ઘટાડી તેની યોગ્ય અને વાજબી કિંમત કરવાનો છે. જે શેરને તેજી તરફ ધકેલે છે. જો કે, ટીસીએસના કિસ્સામાં આ પ્રકારની હિલચાલ અપેક્ષા કરતાં વિપરિત રહી છે.

શેર બાયબેક બાદ ટીસીએસના શેરની સ્થિતિ

2017માં શેર બાયબેક દરમિયાન નિર્ધારિત કિંમતથી શેરના ભાવ ટોચ પર લાવવામાં 228 સેશન અર્થાત લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. 2018ના બાયબેક પછી, તે માટે 69 સેશન લાગ્યા હતા અને 2020ના બાયબેક પછી, તેને 61 સેશન લાગ્યા હતા. પરંતુ TCSનો સ્ટોક 2022ની બાયબેક કિંમત રૂ. 4,500નું લેવલ હજી ક્રોસ કરી શક્યો નથી. બાયબેકની જાહેરાતના માત્ર પાંચ દિવસ બાદ, 17 જાન્યુઆરી, 2023ના રોજ સ્ક્રીપ રૂ. 4,019.10ની સર્વોચ્ચ  ટોચે પહોંચી હતી.

પરિણામે, ટીસીએસના શેર બાયબેકની જાહેરાત એ કોઈ ગેરેંટી નથી કે શેર આ ઓફર બાદ વધુ સારો દેખાવ કરશે. મોર્ગન સ્ટેન્લીએ બાયબેકની જાહેરાત પર આ એનાલિસિસ રિપોર્ટ જારી કર્યો છે.

TCS દ્વારા બાયબેક સામાન્ય રીતે અન્ય મોટી IT કંપનીઓ, ખાસ કરીને ઇન્ફોસિસ અને વિપ્રો દ્વારા સમાન ઘોષણાઓ દ્વારા અનુસરવામાં આવે છે. બાયબેક એ શેરધારકોને રિવોર્ડ આપવાની સૌથી વધુ કર કાર્યક્ષમ રીતોમાંની એક છે, કારણ કે બાયબેક દરમિયાન ટેન્ડરિંગ શેર પરનો નફો કરમુક્ત છે.

  • છેલ્લા ચાર બાયબેક બાદ શેર એ ટોચે પહોંચવામાં એવરેજ 1 વર્ષનો સમય લીધો
  • 2017થી 2022 સુધી કુલ 66 હજાર કરોડના શેર બાયબેક કર્યા