ગેસ પાઇપ અને પાઇપલાઇન્સ ઉત્પાદન કરતી પેટા કંપની વેણુકા પોલિમર્સે 50 ટકા ઇક્વિટી સ્ટાફને ફાળવી, 0 એટ્રીશન રેશિયોનો રેકોર્ડIRM એનર્જી તા.18-20  ઓક્ટોબર દરમિયાન 10100000 શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશશે, 17મીએ એન્કર ઓફર યોજાશે

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ કેડિલા ફાર્મા દ્વારા પ્રમોટ કરાયેલી કંપની તા.18 ઓક્ટોબરના રોજ 10100000 શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહેલી IRM એનર્જીએ INHOUSE તેમજ અન્ય કંપનીઓની જરૂરિયાતો સંતોષવા માટે ગેસ અને વોટર પાઇપલાઇન ઉત્પાદન માટે વેણુકા પોલિમર્સની સ્થાપના કરી છે.

મહત્વની વાત એ છે કે, 0% એટ્રીશન (નોકરી છોડી જતાં કર્મચારીઓનું પ્રમાણ) અને 50 ટકા એપ્લોઇઝને ઇક્વિટી ફાળવીને કંપનીના પાર્ટનર બનાવવાની પહેલ કરનારી કંપની વેણુકા પોલિમર્સ એ IRM એનર્જીનું સકસેસફુલ બેકવર્ડ ઇન્ટિગ્રેશન ગણાય છે. વેણુકા પોલિમર્સની સ્થાપના 3 વર્ષ પૂર્વે કરાયા બાદ કંપનીએ રૂ. 50 કરોડનો બિઝનેસ કર્યો છે.

500 કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી કંપનીએ જાપાનની ચોથા ક્રમની સૌથી મોટી ગેસ કંપની ગણાતી સીઝુઓકા (SIZUOKA GAS) ગેસ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માટે ટાઇઅપ કર્યું છે. એટલું જ નહિં આ જાપાની કંપનીએ IRM એનર્જીની ઇક્વિટીમાં 3 ટકા શેર્સનું હોલ્ડિંગ પણ ધરાવે છે. જે કંપની પ્રત્યે જાપાની કંપનીની લોંગટર્મ ટાઇઅપનો સંકેત આપે છે.

કોસ્ટ ઇફેક્ટીવ અને આર્થિક રીતે પોષણક્ષમ બની રહે તે માટે IRM એનર્જી દ્વારા વેણુકા પોલિમર્સની સ્થાપના કરાઇ છે. જે ગેસ અને વોટર પાઇપલાઇન્સનું ઉત્પાદન ધરાવે છે. BIS અને ISO લાયસન્સ ધરાવતી કંપની 6336 MT/ YEARની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીએ ઘરેલું વપરાશ ઉપરાંત ગુજરાત ગેસ સહિત ભારતની કેટલીક સીજીડી કંપનીઓને પણ પુરવઠો પૂરો પાડીને કમાણીમાં વૃદ્ધિ કરી રહી છે. જેમાં મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિ. એજીએન્ડપી પ્રથમ, વડોદરા ગેસ લિ., ગ્રીન ગેસ લિ., IRM એનર્જી લિ. જેવી પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે.

વેણુકા પોલિમર્સની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

કંપનીએ નાણાકીયવર્ષ 2022-23 માટે રૂ. 444.85 મિલિયન ટર્નઓવર ઉપર રૂ. 8.27 મિલિયન EBITDA અને રૂ. 8.27 મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

સાઉથ અને નોર્થ/સેન્ટ્રલ ભારતમાં પણ પ્લાન્ટ્સ સ્થાપવાની યોજના

ગેસ પાઇપ્સ અને વોટર પાઇપ્સની વિવિધ સેન્ટ્રલ, સ્ટેટ ગવર્નમેન્ટ સ્કીમ્સમાં સતત વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કંપનીએ સાઉથ અને નોર્થ/ સેન્ટ્રલ ભારતમાં પણ ઉત્પાદન વ્યવસ્થા સ્થાપવાની યોજના ધરાવે છે.

IRM એનર્જીની પેટા કંપનીઓ એટ એ ગ્લાન્સ

SKI- ક્લિન એનર્જી પ્રા. લિ.વેણુકા પોલિમર્સ પ્રા. લિ.
ક્લિન અને રિન્યુએબલ ટેકનોલોજીમાં સતત વધી રહેલા મૂડીરોકાણ અને તકોને ધ્યાનમાં રાખીને આ કંપનીની સ્થાપના કરાઇ છે. કંપની લાંબાગાળે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ કસ્ટમર્સને રિન્યુએબલ પાવર પરચેસ એગ્રીમેન્ટ થ્રુ વેચાણ કરશે.કંપની ગેસ પાઇપ અને અન્ય પાઇપલાઇન્સ ઉત્પાદન માટે જાપાની કંપની સાથે ટેકનિકલ સહયોગ ધરાવે છે. જેની ઉત્પાદન ક્ષમતા  6336 MT/ YEARની છે અને કંપની ભારતમાં અન્ય સ્થળોએ પણ પ્લાન્ટ્સ સ્થાપી રહી છે.
ફાર્મ ગેસ પ્રા. લિ.NI HON સિલિન્ડર્સ પ્રા. લિ.
કોસ્ટ ઇફેક્ટીવ  સોલ્યુસન્સ સાથે લુધિયાણા ખાતે બાયોCNG ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો ચે. જે એગ્રો વેસ્ટના ઉપયોગ દ્વારા દૈનિક 18 મે.ટનની ક્ષમતા ધરાવે છે. કંપની વધુમાં 30 મે.ટન/ડેઇલી બાયો ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરે છે. 22-23 માટે રૂ. 1052.72 મિલિયનના ટર્નઓવર ઉપર રૂ. 205.79 મિલિયન EBITDA અને રૂ. 125.5 મિલિયન ચોખ્ખો નફો નોંધાવ્યા છે.કંપનીની સ્થાપના ટાઇપ1- સિલિન્ડર્સ ઉત્પાદન માટે કરાઇ છે. 2021-22માં આઇઆરએમ એનર્જીએ 50 ટકા સ્ટેક મેળવ્યો છે. કંપનીએ PESO એપ્રુવલ પણ મેળવેલી છે. હાલમાં કંપની ચીનની ANHUI CLEAN ENERGY CO. પાસેથી આયાત કરે છે. કંપનીએ 2022-23 માટે રૂ. 47.35 મિલિયન ટર્નઓવર ઉપર રૂ. 8.57 મિલિયન EBITDA અને રૂ. 47.35 મિલિયન ચોખ્ખો નફો નોંધાવ્યા છે.