અમદાવાદ, 12 જાન્યુઆરીઃ દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)નો શેર આજે 4.22 ટકા ઉછળ્યો છે. ગઈકાલે ટીસીએસ દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક માટેના મજબૂત પરિણામો જાહેર થતાં તેમજ ઓર્ડર બુકમાં વૃદ્ધિના પગલે ટીસીએસનો શેર આજે 3893.70ની ટોચે પહોંચ્યો હતો. 10.55 વાગ્યે બીએસઈ ખાતે 3.80 ટકા ઉછાળી 3878 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

IT સર્વિસ કંપનીએ નબળી માગ તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે FY24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 8.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 11,735 કરોડ અને આવક 4 ટકા વધી રૂ. 60,583 કરોડ નોંધાવી છે. તેની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યૂ 8.1 અબજ ડોલર થઈ છે. જો કે, તે ત્રિમાસિક ધોરણે ઘટી છે. નિષ્ણાતોને આશા છે કે, છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં TCSની મજબૂત ડીલની જીત આગામી ક્વાર્ટરમાં ધીમે ધીમે આવકમાં રૂપાંતરિત થશે.

નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી અને સૌથી જૂની IT સર્વિસિસ ફર્મ તરીકે, TCS ઑફશોર IT સેવાઓની વધતી માંગનો લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.

નુવામાએ જણાવ્યું હતું કે, “મોટા, જટિલ અને મિશન-ક્રિટીકલ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં તેના હરીફો કરતાં વધુ અનુભવ ધરાવતી હોવાથી કંપનીને મોટા પ્રોજેક્ટ મળી શકે છે.” તે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થિતિ ધરાવતી હોવાની સાથે વિવિધ ઉદ્યોગોમાં ઊંડી ડોમેન નિપુણતા ધરાવે છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેવાઓ, ક્લાઉડ, જ્ઞાનાત્મક બિઝનેસ ઓપરેશન્સ વગેરેમાં ઓફર કરે છે. લાંબા ગાળે તેનો ગ્રોથ વધવાની શક્યતાઓને જોતાં બ્રોકરેજ ફર્મે ટૂંકસમયાં શેર રૂ. 4500ના ટાર્ગેટે પહોંચવાનો અંદાજ આપતાં બાય રેટિંગ આપ્યું છે.

મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોના મતે, સમગ્ર બોર્ડમાં મજબૂત ડીલ-સાઇનિંગ સાથે, એકંદર માંગ હકારાત્મક છે. કેટલાક અપવાદો સાથે સોદામાં વધારો અને અમલ સમયસર થયો હોવાથી રેવેન્યૂ માર્જિન મજબૂત રહ્યા છે. “તેની સાઈઝ, ઓર્ડર બુક અને લાંબા ગાળાના ઓર્ડર અને પોર્ટફોલિયોના એક્સપોઝરને જોતાં, TCS નબળા મેક્રો પડકારોનો સામનો કરવા અને અપેક્ષિત ઉદ્યોગ ગ્રોથમાં વધારો કરવા સારી સ્થિતિમાં છે.”

બર્નસ્ટેઇને TCS પર શેર દીઠ રૂ. 4,170ના લક્ષ્ય સાથે “આઉટપર્ફોર્મ” રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, કંપનીની મજબૂત અમલીકરણ, માર્જિન નેતૃત્વ અને મજબૂત રોકડ પ્રવાહ તે મેક્રો ઇકોનોમિક અનિશ્ચિતતાઓના ચહેરામાં સારી સ્થિતિ ધરાવે છે. TCSનો માર્કેટ શેર લાભ, સ્થિર ઓર્ડર બુક અને પાઇપલાઇનમાં સુધારો FY25 માટે મજબૂત પાયો બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)