Inventurus Knowledge Solutions: આઈપીઓ 12 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1265-1329
ઇશ્યૂ ખૂલશે | 12 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 16 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.1 |
પ્રાઇસબેન્ડ | રૂ. 1265-1329 |
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 11 ડિસેમ્બર |
લોટ સાઇઝ | 11 શેર્સ |
એન્કર ઇન્વેસ્ટર્સ ઓફર | 11 ડિસેમ્બર |
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ Inventurus Knowledge Solutions તા.12 ડિસેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1265-1329ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 11 ડિસેમ્બર, 2024 રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 16 ડિસેમ્બર, 2024 છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 1,265થી રૂ. 1,329 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
લિસ્ટિંગઃ કંપનીના ઈક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ એ ટેકનોલોજી-સક્ષમ હેલ્થકેર સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. કંપની યુએસ બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ફિઝિશિયન એન્ટરપ્રાઇઝને મદદ કરતું કેર સક્ષમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તેઓ એક વ્યાપક પ્લેટફોર્મ ઓફર કરે છે જે આઉટ પેશન્ટ્સ અને ઇનપેશન્ટ્સ સંભાળમાં હેલ્થકેર સાહસોને સક્ષમ કરે છે. તેઓ આઉટપેશન્ટ અને ઇનપેશન્ટ કેર સંસ્થાઓ માટે અગ્રણી ભાગીદાર છે. તેઓ હેલ્થકેર સંસ્થાઓને તેમની આવકને ઓપ્ટિમાઇઝ કરીને અને ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરતી વખતે બહેતર ક્લિનિકલ કેર પહોંચાડવા, વસ્તીના આરોગ્ય પરિણામોમાં સુધારો કરવા અને “ફી ફોર વેલ્યુ” મોડેલમાં સંક્રમણ કરવા સક્ષમ બનાવે છે.
લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ, જેએમ ફાઇનાન્શિયલ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.