દિલ્હી એનસીઆર: ઇલેક્ટ્રિક મોટરસાયકલ નિર્માતા કંપની ટોર્ક મોટર્સે ઓટો એક્ષ્પો 2023માં સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક મોટરસાયકલ ક્રેટોસ® X જાહેર કર્યું છે. વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં બુકિંગ માટે ઉપલબ્ધ ક્રેટોસ® X ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉપરાંત કંપનીએ ગ્રેટર નોઇડામાં ટોર્ક મોટર્સ એરેના [હાલ નંબર 6, બૂથ નંબર E-37] પર નવા ક્રેટોસ® Rનું પણ લોકાર્પણ કર્યું છે. આ ઉત્પાદનો પર ટોર્ક મોટર્સના સ્થાપક અને સીઇઓ કપિલ શેલ્કેએ કહ્યું હતું કે, નવા ક્રેટોસ® R મોટરસાયકલમાં મહત્વપૂર્ણ ફેરફારોમાંથી કેટલાંક છે – રિફાઇન લાઇવ ડેશ, ઝડપી ચાર્જંગ પોર્ટ, સંવર્ધિત ફ્રન્ટ અને રિઅર બ્લિન્કર્સ વગેરે. હવે મોટરસાયકલને સંપૂર્ણપણે બ્લેક મોટર અને બેટરી પેક તેમજ સંવર્ધિત સ્ટાઇલિંગ માટે સ્ટાઇલિશ ડેકલ્સ પર ગર્વ હશે. વર્તમાન ગ્રાહકો ફરકની રકમ ચુકવીને તેમના હાલના મોટલસાયકલને અપગ્રેડ કરી શકે છે. નવું ક્રેટોસ® R બે નવા વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – જેટ બ્લેક અને વ્હાઇટ. કંપનીએ તાજેતરમાં પૂણેમાં એનું સૌપ્રથમ એક્સપિરિયન્સ સેન્ટર (કોકો મોડલ) શરૂ કર્યું છે તથા હૈદરાબાદ, સુરત અને પટણા શહેરોમાં ડિલરશિપ ધરાવે છે. અત્યારે ટોર્ક મોટર્સ પૂણે, મુંબઈ અને હૈદરાબાદમાં ઇ-મોટરસાયકલની ડિલિવરી કરે છે તથા ટૂંક સમયમાં અન્ય બજારોમાં ડિલિવરીઓ શરૂ કરશે.