IPO ખૂલશે9 સપ્ટેમ્બર
IPO બંધ થશે11 સપ્ટેમ્બર
એન્કર બિડિંગ6 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.215-226
લોટ સાઇઝ66 શેર્સ
IPO સાઇઝ10176992 શેર્સ
આપીઓ સાઇઝરૂ.230 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
BUSINESSGUJARAT.IN RATING6.5/10

મુંબઈ, 4 સપ્ટેમ્બર: ટોલિન્સ ટાયર્સ લિમિટેડ (“TTL” અથવા “ધ કંપની”) સોમવાર, 09 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની ઇક્વિટી શેર્સના પ્રારંભિક જાહેર ભરણાંના સંબંધમાં તેની બિડ/ઓફર ખોલશે. કુલ ઑફર સાઇઝ  ₹230 કરોડ સુધીના કુલ ઇક્વિટી શેર્સની (પ્રત્યેક ₹5 ની ફેસ વેલ્યુ)માં ₹200 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યુ અને ₹30 કરોડ સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ શુક્રવાર, તારીખ 06 સપ્ટેમ્બર, 2024ના રોજ હશે અને બિડ ઑફર બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024 ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ₹215 થી ₹226 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 66 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 66 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

IPO યોજવાના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની ભરણાંમાંથી પ્રાપ્ત ચોખ્ખી રકમનો ઉપયોગ (i) ₹ 69.97 કરોડની કુલ બાકી લોન પૈકી કેટલીક લોનના સંપૂર્ણ (ફોરક્લોઝર સહિત, જો હોય તો) રિપેમેન્ટ અને/અથવા પ્રિપેમેન્ટ કરવાની યોજના ધરાવે છે (ii) ₹75 કરોડની લાંબાગાળાની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓ સુદૃઢ કરવા (iii) સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ટોલિન રબર્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ અને/અથવા કેટલીક ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઋણની સંપૂર્ણ પૂર્વચુકવણી, ₹ 23.154 કરોડની કાર્યકારી મૂડીની જરૂરિયાતો સુદૃઢ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ (“ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓફર”) માટે કરશે.

લિસ્ટિંગલીડ મેનેજર્સ
કંપનીના શેર્સનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છેસેફ્રોન કેપિટલ એડવાઈઝર્સ બુક રનિંગ લીડ મેનેજર (“બીઆરએલએમ”) છે

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

ટોલિન્સ ટાયર્સ લિમિટેડ એ વૈવિધ્યસભર પ્રોડક્ટ ધરાવતી સાથે સમગ્ર ભારતમાં વેપાર ધરાવતી ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓમાંની એક છે. તે નવા ટાયર અને ટ્રેડ રબરનું ઉત્પાદન એમ બંને વર્ટિકલ્સમાં કામ કરતી કંપનીઓમાંની એક છે. તે મુખ્યત્વે (હળવા માલવાહક, કૃષિ અને દ્વિચક્રિય અને ત્રિચક્રિય વાહનો સહિત) વાહનોની વૈવિધ્યસભર શ્રેણી  અને પ્રિક્યોર્ડ ટ્રેડ રબર માટે બાયસ ટાયરના ઉત્પાદનમાં રોકાયેલી છે. તે બોન્ડિંગ ગમ, વલ્કેનાઈઝિંગ સોલ્યુશન, ટાયર ફ્લેપ્સ અને ટ્યુબ જેવા આનુષંગિક પ્રોડક્ટનું ઉત્પાદન પણ કરે છે. તેના ત્રણ ઉત્પાદન એકમો પૈકી બે કેરળના કલાડીમાં મટ્ટૂરમાં છે અને ત્રીજુ એકમ યુએઈમાં રાસ અલ ખૈમાહમાં અલ હમરા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)