બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ₹6,560 કરોડનો IPO 9 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ.66-70
IPO ખૂલશે | 9 સપ્ટેમ્બર |
IPO બંધ થશે | 11 સપ્ટેમ્બર |
એન્કર ઓફર | 10 સપ્ટેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.66-70 |
લોટ સાઇઝ | 214 શેર્સ |
IPO સાઇઝ | 937142858 શેર્સ |
IPO સાઇઝ | 6560 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
BUSINESSGUJARAT RATING | 7/10 |
અમદાવાદ, 4 સપ્ટેમ્બર: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 66-70ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 11 સપ્ટેમ્બરે બંધ થશે. કુલ ઑફરનું કદ ₹ 6,560 કરોડ સુધીના ઇક્વિટી શેરની (દરેક ₹ 10 ફેસ વેલ્યુ) સંખ્યા છે, જેમાં ₹ 3,560 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર્સની ફાળવણીનો સમાવેશ થાય છે અને ₹3,000 કરોડ સુધીની સંખ્યામાં ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 06 સપ્ટેમ્બર, 2024ના રોજ હશે અને બિડ/ઓફરની અંતિમ તારીખ બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024 હશે.
ખરીદી ઓછામાં ઓછા 214 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 214 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કર્મચારીઓ દ્વારા ખરીદી માટેનો અનામત હિસ્સો ₹200 કરોડ સુધીના ઇક્વિટી શેરનો રાખવામાં આવ્યો છે અને બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને બજાજ ફિનસર્વ લિમિટેડના શેરધારકો માટેના અનામત હિસ્સામાં ₹500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
કંપની ઓફરની ચોખ્ખી આવકનો ઉપયોગ આગળના ધિરાણ તરફ કંપનીની ભાવિ વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની મૂડીના આધારને વધારવા માટે કરવા માંગે છે.
લિસ્ટિંગ | લીડ મેનેજર્સ |
કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે | કોટક મહિન્દ્રા કેપિટલ, બોફા સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા), SBI કેપિટલ, JM ફાઇનાન્સિયલ અને IIFL સિક્યોરિટીઝ |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Jun24 | Mar24 | Mar23 | Mar22 |
Assets | 88538.8 | 81,827 | 64,654 | 48527 |
Revenue | 2208.7 | 7,618 | 5,665 | 3767 |
PAT | 482.61 | 1,731 | 1258 | 709 |
Net Worth | 14720 | 12,233 | 10503 | 6741 |
Reserves | 4252.8 | 5,521 | 3,791 | 1858 |
Borrowing | 73347 | 69,129 | 53,745 | 41492 |
2008માં સ્થપાયેલી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 2015 થી નેશનલ હાઉસિંગ બેંક (NHB) સાથે નોંધાયેલ નોન-ડિપોઝિટ-ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC) છે અને નાણાકીય વર્ષ 2018થી મોર્ટગેજ લોન ઓફર કરે છે. કંપની બજાજ ગ્રુપનો એક ભાગ છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમલોન કોમર્સિયલ પ્રોપર્ટીની ખરીદી અને નવીનીકરણ માટે રિટેલ અને કોર્પોરેટ્સને કસ્ટમાઇઝ્ડ નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. કંપનીની મોર્ટગેજ પ્રોડક્ટ રેન્જ વ્યાપક છે અને તેમાં (i) હોમ લોન, (ii) પ્રોપર્ટી સામે લોન (LAP), (iii) રેન્ટ કન્શેશન અને (iv) ડેવલપર ફાઇનાન્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપની પાસે 308,693 સક્રિય ગ્રાહકો હતા, જેમાંથી 81.7% હોમ લોન ગ્રાહકો હતા. કંપની પાસે 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 174 સ્થળોએ 215 શાખાઓનું નેટવર્ક છે, જેની દેખરેખ છ કેન્દ્રિય રિટેલ લોન સમીક્ષા કેન્દ્રો અને સાત કેન્દ્રિય લોન પ્રોસેસિંગ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)