અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે નવી બ્રાંડ ઓળખ સાથે પોતાનો સ્વિચગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો. આ લોન્ચ કંપનીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ  માઈલસ્ટોન છે, જે આધુનિકીકરણ, સલામતી અને ભવિષ્યલક્ષી ઇલેક્ટ્રિકલ સમાધાનો પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) સેગમેન્ટમાં કંપનીની હાજરીને વધુ મજબુત બનાવે છે.

સ્વિચગિયર પોર્ટફોલિયો ઉપરાંત કંપનીએ તેના વાયર રેન્જ માટે નવીન પેકેજિંગ પણ રજૂ કર્યું છે. જેમાં FR, HRFR, FR-LSH અને HFFR વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે. આ અપડેટેડ પેકેજિંગ શેલ્ફ પર વધુ વિઝીબિલિટી પ્રદાન કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તથા ખાસ કરીને સલામતી અને કામગીરી સંબંધિત વિશેષતાઓને સ્પષ્ટ રીતે રજૂ કરે છે, સાથે જ નવી બ્રાન્ડ ઓળખ સાથે સુસંગતતા જાળવી રાખે છે.

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે અમદાવાદમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરીને પોતાની ઈનોવેશન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ સેન્ટર FMEG કેટેગરીઝમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને ભાવિ ઈનોવેશન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કંપની પોતાની ઇન-હાઉસ R&D ક્ષમતાઓના આધાર સાથે અને સલામતી પર કેન્દ્રિત પ્રોડક્ટ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપીને FMEG સેગમેન્ટમાં પોતાના પ્રોડક્ટ ઓફરિંગ્સનું ક્રમશઃ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.