અમદાવાદ, 12 ઓગસ્ટઃ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી અને સર્વેલન્સ સિસ્ટમ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સંચાલિત સોફ્ટવેર પ્રોડક્ટ્સની ડિઝાઇન, વિકાસ અને ગોઠવણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી સ્પેશિયલાઇઝ્ડ ટેક્નોલોજી-સોલ્યુશન્સ પ્રોવાઇડર ટ્રાન્સલાઇન ટેક્નોલોજીસ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ઇક્વિટી શેર્સ દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આઇપીઓની કુલ ઓફર સાઇઝમાં પ્રતિશેર રૂ. 2ની મૂળ કિંમતના 16,191,500 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે.

ટ્રાન્સલાઇન ટેક્નોલોજીસનું બિઝનેસ મોડલ પ્રોડક્ટ-આધારિત સિસ્ટમ ઇન્ટિગ્રેશન કોન્ટ્રાક્ટ, સોફ્ટવેર એઝ અ સર્વિસ સબસ્ક્રિપ્શન, હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સના વેચાણ તેમજ વાર્ષિક મેન્ટેનન્સ અને મેનેજ્ડ સપોર્ટ જેવી ટેક્નિક સેવાઓ વગેરેમાંથી આવક સર્જન કરે છે. કંપનીએ તેની માલિકીના સોફ્ટવેર ટુલ્સ – સ્ટોરપ્લસ, એઆઇપાવર્ડ વિડિયો એનાલિટિક્સ પ્લેટફોર્મ – સ્ટોરપ્લસ, એઆઇપાવર્ડ વિડિયો એનાલિટિક્સ પ્લેટફોર્મ કેમ સ્ટોર, રિયલ-ટાઇમ વિડિયો કમ્પ્રેશન અને સ્ટોરેજ ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન, સીસીટીવી નેટવર્ક હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ચેકકેમ વિકસિત કર્યાં છે, જે સ્ટેન્ડઅલોન ક્લાઉડ-ડિપ્લોઇડ SaaS સોલ્યુશન્સ અથવા ઇન્ટિગ્રેટેડ ટર્નકી ગોઠવણીનો હિસ્સો છે.

લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.