ટ્રાન્સરેલ લાઇટિંગે સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 18 માર્ચઃ ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડે SEBI અને બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યુ છે. કંપની લેટિસ સ્ટ્રક્ચર્સ, કંડક્ટર્સ અને મોનોપોલ્સ (“EPC”) માટે ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન સુવિધાઓ સાથે અગ્રણી ભારતીય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કંસ્ટ્રક્શન કંપનીઓ પૈકીની એક છે. ટીએલએલ વિશ્વભરમાં ટર્નકી બેસિસ પર વ્યાપક સોલ્યુશન્સ પૂરા પાડવાનો ચાર દાયકાનો અનુભવ ધરાવે છે અને પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં વિશ્વસનીય અને લાંબા ગાળાની પાર્ટનર રહી છે.
કંપની આઈપીઓ દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર ઓફર કરીને ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફર સાઇઝમાં રૂ. 4,500 મિલિયન (રૂ. 450 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ તથા અજન્મા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1,01,60,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (“Offer for Sale”) (The “Offer”) નો સમાવેશ થાય છે.
કંપની ઓફરમાંથી મળનારી કુલ રકમનો રૂ. 2,500 મિલિયન (રૂ. 250 કરોડ) સુધીની વધુ કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા, રૂ. 909.02 મિલિયન (રૂ. 90.90 કરોડ) સુધીના મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા તથા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ (“Objects of the Offer”) માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.
ક્રિસિલ રિપોર્ટ મુજબ ટીએલએલે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે તેના સમકક્ષોમાં કામગીરીથી તેની આવકમાં 35.1 ટકાનો સૌથી ઊંચો વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
ઇન્ગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)