TVS મોટર કંપનીએ ઓલ-ન્યુ 2025 TVS રોનિન રજૂ કર્યું

બેંગ્લોર, 18 ફેબ્રુઆરી: ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે. 2025 ટીવીએસ રોનિન બે વધારાના આકર્ષક રંગો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે: ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બર. તેના આકર્ષક નવા રંગો સાથે 2025 આવૃત્તિમાં હવે તેના મિડ વેરિઅન્ટમાં ડ્યુઅલ ચેનલ એબીએસ છે, જેની શરૂઆત રૂ. 1.59 લાખની આકર્ષક કિંમતથી થાય છે. આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ટીવીએસ મોટર કંપનીના બિઝનેસ હેડ – પ્રીમિયમ વિમલ સુમ્બલીએ કહ્યું હતું કે, 2025 ટીવીએસ રોનિન સમગ્ર ભારતમાં અધિકૃત ટીવીએસ ડીલરશીપ પર ઉપલબ્ધ થશે, જેની કિંમત રૂ. 1.35 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થશે. ટીવીએસ રોનિનના આધુનિક-રેટ્રો એસ્થેટિક્સને પૂરક બનાવતું એક શક્તિશાળી 225.9cc એન્જિન છે, જે 7,750 RPM પર 20.4 PS અને 3,750 RPM પર 19.93 Nm ટોર્ક પ્રદાન કરે છે. વૈવિધ્યતા માટે ડિઝાઇન કરાયેલ તેમાં સરળ લો-સ્પીડ રાઇડિંગ માટે ગ્લાઇડ થ્રુ ટેકનોલોજી (જીટીટી), સરળ ગિયરશિફ્ટ માટે સહાયક અને સ્લિપર ક્લચ અને શ્રેષ્ઠ હેન્ડલિંગ માટે અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્ક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)